ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM ભુપેન્દ્ર પટેલે PM મોદીની વડનગરની સ્કૂલના પરિસરમાં સ્થપાયેલી પ્રેરણા સ્કૂલની લીધી મુલાકાત - PM MODI S SCHOOL IN VADNAGAR

CMએ વડનગરમાં PM નરેન્દ્ર મોદીની પૂર્વ શાળાના પરિસરમાં સ્થપાયેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે કરી વાત
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે કરી વાત (Information Department Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 10:16 PM IST

Updated : Nov 11, 2024, 10:40 PM IST

ગાંધીનગરઃમુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાના પરિસરમાં આવેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે આજે સોમવારે તેમણે અહીં મુલાકાત લીધી હતી.

આ મુલાકાત મહેસાણા જિલ્લાના વડનગરમાં તાના-રીરી ફેસ્ટિવલ 2024 એવોર્ડ સમારોહ પહેલા થઈ હતી, જ્યાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રેરણા શાળાની મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણ્યું અને તેમની સાથે અનૌપચારિક સંવાદ કર્યો.

ભારતભરના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમના પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી કલાત્મક વસ્તુઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડનગરની શાળાની મુલાકાતે મુખ્યમંત્રી (Information Department Gujarat)
  1. 'બાઈટિંગ છે' મોંઢામાં સીંગ મુકી રુપાલા બોલ્યા, અન્ય નેતાઓની હાહા... હીહી...- Video
  2. વડોદરામાં કોયલી નજીક રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, 2 કિમી સુધીનો વિસ્તાર ધુમાડાથી ઘેરાયો
Last Updated : Nov 11, 2024, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details