મેરઠ:તમને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા' યાદ હશે જે લગભગ 2 વર્ષ પહેલા આવી હતી. આ જ સીરિઝમાં સની સિંહ અભિનીત 'ઉજડા ચમન' પણ આવી હતી, જેમાં હીરો ટાલની સમસ્યાથી પીડાતો હતો. બંને પોતાના માથા પર વાળ ઉગાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આ ટાલને કારણે તેમનું અંગત જીવન પણ પ્રભાવિત થાય છે. આ ફિલ્મો તેમના માથા પર જાડા કાળા વાળ રાખવા ઇચ્છતા લોકોના મૂડ અને લાગણીઓને ખૂબ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. હવે આવી જ એક ઘટના મેરઠથી પ્રકાશમાં આવી છે, જેમાં વાળ ખરવાની સમસ્યાથી પીડિત લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા. મજાતવાની વાત તો એ છે કે, લોકોએ ખુશીથી આપ્યા અને તે પણ લાંબી કતારમાં ઊભા રહીને. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સેંકડો લોકો તડકામાં ઉભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. એટલી બધી ભીડ હતી કે, રસ્તાઓ અને શેરીઓ જામ થઈ ગઈ હતી. અહીં સારવારના નામે 20 રૂપિયા અલગથી લેવામાં આવ્યા હતા. જોકે હવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ, ટાલના માથા પર વાળ ઉગાડવાનો દાવો કરનારાઓ દિલ્હી ગયા છે.
એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, શાદાબ નામનો વ્યક્તિ પણ આ રીતે છેતરપિંડીમાં ફસાઈ ગયો હતો અને જાડા વાળ થશે અને વધશે એવી માન્યતાથી વાળમાં તેલ લગાવ્યું હતું. તેલ લગાવ્યા બાદ તેના માથામાં ખંજવાળ આવવા લાગી. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણામે પોલીસે આવા ત્રણ લોકોની ઓળખ કરીને ધરપકડ કરી છે. ત્રણેય સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માત્ર 20 રૂપિયા ફી:રવિવારે મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં સ્થિત સમર ગાર્ડન કોલોનીમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. સેંકડો લોકો લાઈનમાં ઉભા હતા. આ એવા લોકો હતા જેમના માથા પર કાં તો વાળ ઓછા હતા અથવા તો સાવ ટાલ હતા. બીજી તરફ સલમાન નામનો વ્યક્તિ તેના સહયોગીઓ સાથે એક પછી એક લોકોના માથા પર ખાસ પ્રકારની દવા લગાવી રહ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આનાથી ટાલ મટી જશે. વળી, હેર ટ્રાન્સપ્લાન્ટ માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચવા કરતાં આ દવા માથા પર લગાવવી સારી છે. દાવેદારો ફી તરીકે વ્યક્તિ દીઠ માત્ર 20 રૂપિયા વસૂલતા હતા. દવા લેવા માટે રૂપિયા 300 અલગથી લેવામાં આવતા હતા.
એમ્બ્યુલન્સ જામમાં ફસાઈ:લાંબી કતારો જોઈ લોકોની ઉત્સુકતા વધી ગઈ હતી. થોડી જ વારમાં આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે લીસાડી વિસ્તારમાં માત્ર 20 રૂપિયામાં ટાલ પડવાની અસરકારક સારવાર થઈ રહી છે. અને આગળ શું થયું, ભીડ વધતી જ ગઈ. થોડી જ વારમાં વાહનોના કારણે રોડ પણ જામ થઈ ગયો હતો. એમ્બ્યુલન્સ પણ જામમાં અટવાઈ રહી હતી. વાળને લગતી તમામ સમસ્યાઓને ક્ષણભરમાં કેવી રીતે ઉકેલી શકાય તેની માહિતી મેળવનાર દોડી આવ્યો.
8 દિવસમાં વાળ વધવાનો દાવો:જે લોકો ટાલ દૂર કરવાનો દાવો કરતી દવાઓ લગાવી રહ્યા હતા, તેમણે કહ્યું કે, 8 દિવસમાં માથા પર વાળ ઊગી જાય છે. લોકો એક પછી એક આવતા, તડકામાં પોતાના વારાની રાહ જોતા, માથે પેસ્ટ લગાવતા અને જતા રહેતા. લોકોમાં વિશ્વાસ એટલો વધી ગયો હતો કે તેઓ કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા હતા. એવું કહેવાય છે કે, પોતાના માથા પર વાળ ઉગાડ્યા હોવાનો દાવો કરનાર સલમાન બિજનૌરનો રહેવાસી છે.