નવી દિલ્હી:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) પરીક્ષા-2024નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. યુપીએસસીએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, આ પરીક્ષા 16 જૂને લેવામાં આવી હતી.
આ સંદર્ભમાં UPSCએ કહ્યું કે તેણે ઉમેદવારોને કહ્યું છે કે, પરીક્ષાના માર્ક્સ, કટ ઓફ માર્કસ અને આન્સર કી સિવિલ સર્વિસ પરીક્ષા અને ભારતીય વન પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પૂરી થયા પછી જ કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. નવી દિલ્હીમાં UPSC ના પરીક્ષા હોલ બિલ્ડિંગ પાસે એક સુવિધા કાઉન્ટર ખોલવામાં આવ્યું છે, અહીંથી ઉમેદવારો પરીક્ષાના પરિણામ સંબંધિત માહિતી મેળવી શકે છે.
તમને જણાવી દઈએ કે, UPSC કેલેન્ડર મુજબ, UPSC સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બરથી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા દ્વારા કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં 1056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં IAS, IPS અને IFSનો સમાવેશ થાય છે.
આ રીતે પરિણામ તપાસો
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ (upsc.gov.in) ની મુલાકાત લો,