ગુવાહાટી: ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાહેર સંપત્તિના કથિત વિનાશના સંબંધમાં આસામ સીઆઈડીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓને સમન્સ પાઠવ્યા છે. સીઆઈડીએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, જિતેન્દ્ર સિંહ, એપીસીસી પ્રમુખ ભૂપેન બોરા, સાંસદ ગૌરવ ગોગોઈ અને આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાને ગુવાહાટીના સીઆઈડી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
મણિપુરથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યના અનેક ભાગોમાં ખરાબ વાતાવરણ બાદ આસામમાં પ્રવેશી હતી. જ્યારે ન્યાય યાત્રાએ ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાંનું વાતાવરણ ખરાબ બની ગયું હતું. શહેર પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ સામે ગુનો નોંધ્યો છે. CIDએ ધારાસભ્ય ઝાકિર હુસૈન શિકદાર અને રમેન કુમાર સરમાને પણ સમન્સ જારી કર્યા છે. કોંગ્રેસના નેતાઓને 23 ફેબ્રુઆરીએ ઉલુબારી સ્થિત CID ઓફિસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.