રાયપુર (છત્તીસગઢ): એસ્કેલેટર પર ચડતી વખતે એક વર્ષનો બાળક તેના પિતાના હાથમાંથી સરકી જતાં અને મંગળવારે રાયપુરના એક મોલમાં નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. શહેરના અધિક પોલીસ અધિક્ષક લખન પટલેએ જણાવ્યું કે મોલમાં એસ્કેલેટર પર ચઢતી વખતે બાળક તેના પિતાના હાથમાંથી સરકી ગયો અને ત્રીજા માળેથી નીચે પડી ગયો. "બાળકનું મૃત્યુ થયું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે"
One Year Old Child Dies : રાયપુર મોલમાં બની ઘટના, પિતાના હાથમાંથી સરકીને બાળકનું મોત - One Year Old Child Dies
રાયપુરના સિટી સેન્ટર મોલમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મંગળવારે પંઢેરીમાં સ્થિત મોલમાં એક વર્ષનો બાળક એસ્કેલેટર કરતી વખતે તેના પિતાના હાથમાંથી સરકી જતાં અને નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.
![One Year Old Child Dies : રાયપુર મોલમાં બની ઘટના, પિતાના હાથમાંથી સરકીને બાળકનું મોત One Year Old Child Dies : રાયપુર મોલમાં બની ઘટના, પિતાના હાથમાંથી સરકીને બાળકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-03-2024/1200-675-21031681-thumbnail-16x9-5.jpg)
Published : Mar 20, 2024, 5:25 PM IST
પરિવાર મોલ જોવા આવ્યો હતો વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અહીં પંઢેરી વિસ્તારમાં સ્થિત સિટી સેન્ટર મોલમાં થયો હતો. તેમણે ઉમેર્યું કે મૃતકની ઓળખ રાજવીર તરીકે થઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની વચ્ચે બની હતી. "ન્યુ મેટ્રો સિટીમાં રહેતો પરિવાર મોલ જોવા આવ્યો હતો. બાળકના પિતા રાજને તેના એક વર્ષના બાળકને પોતાના હાથમાં રાખ્યું હતું બાળકને એવી રીતે લઈને ત્રીજા માળે એસ્કેલેટર પર ચઢી રહ્યો હતો. આ દરમિયાન તેના બીજા બાળકનેે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેવામાં હાથની પકડમાં રાખેલું 1 વર્ષનું બાળક તેના હાથમાંથી સરકી ગયું," પોલીસ સૂત્રોએ ઉમેર્યું.
સીસીટીવી ફૂટેજ પણ મળ્યાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને બેરોન બજાર સ્થિત નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. "પરંતુ હોસ્પિટલમાં લાવતાં જ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો," પોલીસ સૂત્રોએ ઉમેર્યું. આ દુ:ખદ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે સિટી સેન્ટર મોલના નિવેદનની રાહ જોવાઈ રહી છે.