ચંદીગઢઃ મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને પ્રજાસત્તાક દિવસે પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. આ દમરિયાન મુખ્ય પ્રધાન માને પરેડની સલામી ઝીલી હતી. ભગવંત માને 26 જાન્યુઆરી સંદર્ભે દિલ્હીમાં યોજાનાર નેશનલ પરેડમાં પંજાબનો ટેબ્લો(પંજાબની ઝાંખી) સામેલ ન કરવા પર કેન્દ્ર સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
ભગવંત માને પોતાના પત્ની ગર્ભવતી હોવાના પણ સમાચાર જનતાને આપ્યા હતા. તેમણે કહ્યું કે, માર્ચમાં અમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે. મારા ઘરમાં પુત્ર આવે કે પુત્રી પરંતુ તે સ્વસ્થ હોય તે જરુરી છે. હું ભગવાને બાળક સ્વસ્થ આવે તેવી પ્રાર્થના કરુ છું. તમે પણ પ્રાર્થના કરજો.
ભગવંત માને ગણતંત્ર દિવસનું મહત્વ વર્ણવતા પંજાબીઓના બલિદાનને યાદ કર્યુ હતું. તેમણે કહ્યું કે, અંગ્રેજોના શાસનમાં અનેક 26મી જાન્યુઆરી વીતી ચૂકી હતી. આ તો પંજાબીઓએ બલિદાન આપ્યા, શહાદત આપી ત્યારે હવે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે આપણે ઉજવી શકીએ છીએ. તેથી જ પંજાબ 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ખાસ ઉજવે છે.