ગુજરાત

gujarat

Chandigarh Mayor Election Update: આજે ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે સુપ્રીમમાં સુનાવણી

By ETV Bharat Gujarati Team

Published : Feb 4, 2024, 5:33 PM IST

Updated : Feb 5, 2024, 8:45 AM IST

Chandigarh Mayor Election Update : એક તરફ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. આમ આદમી પાર્ટીની અરજી પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે.

Chandigarh Mayor Election Update Supreme Court Hearing on Monday AAP Congress Bjp Haryana News
Chandigarh Mayor Election Update Supreme Court Hearing on Monday AAP Congress Bjp Haryana News

ચંડીગઢ:ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં અનિયમિતતાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ સોમવારે સમગ્ર મામલાની સુનાવણી થવાની છે.

સોમવારે સુનાવણી: ચંદીગઢ મેયરની ચૂંટણીનો મામલો હવે માત્ર ચંદીગઢ પૂરતો મર્યાદિત નથી રહ્યો. હકીકતમાં હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ અરજી પર 5 ફેબ્રુઆરીને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, જેના પર માત્ર રાજકીય પક્ષો જ નજર રાખી રહ્યાં નથી પરંતુ શહેરના લોકો પણ તેની રાહ જોઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી ધરણા કરશે: આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમાં થયેલી છેડછાડને લઈને મોરચો ખોલ્યો છે. આ સમગ્ર મામલે 2 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક મોટું પ્રદર્શન પણ કર્યું હતું. હવે આમ આદમી પાર્ટી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ વિરોધના ભાગરૂપે દરરોજ એક કાઉન્સિલર તેના 5 સમર્થકો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર વિરોધ પ્રદર્શન કરશે અને ચંદીગઢ મેયરની ચૂંટણીમાં થયેલી છેડછાડનો વિરોધ કરશે.

ચંડીગઢની મેયર ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ: ચંદીગઢમાં 30 જાન્યુઆરીએ યોજાયેલી મેયર ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો હતો. ભાજપના મનોજ સોનકરે 16 મતોથી મેયરની ચૂંટણી જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના 20માંથી 8 મત નામંજૂર થયા હતા. આ હાર બાદ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ ટીટા રડતા જોવા મળ્યા હતા અને હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી રદ કરવા અને ચંદીગઢ મેયરની ચૂંટણી ફરીથી કરાવવા માટે અરજી કરી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સમગ્ર મામલામાં ચંદીગઢ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવીને 3 અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા કહ્યું છે. પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટી આ સમગ્ર મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. હવે આ મામલે 5 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ સુનાવણી થવાની છે.

  1. AAP ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આતિશીના ઘરે પહોંચી
  2. AAP MLAs Horse Trading Case: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી
Last Updated : Feb 5, 2024, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details