નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન - સીબીઆઈએ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિતના સ્થળો પર દરોડા પાડ્યાં છે. સીબીઆઈના દરોડા કિરુ જલવિદ્યુત યોજનામાં ભ્રષ્ટાચાર માટે કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવાસસ્થાન સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
કિરુ જલવિદ્યુત યોજનામાં ભ્રષ્ટાચાર: ઉલ્લેખનીય છે કે કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસમાં સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર પર દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કિરુ જલવિદ્યુત યોજના કોન્ટ્રાક્ટ કેસમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) હાલમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પરિસર સહિત ત્રીસ સ્થળોએ દરોડા પાડી રહી છે. મલિકના પરિસર ઉપરાંત, અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં તેમના ભૂતપૂર્વ પ્રેસ સલાહકાર, ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
સત્યપાલ મલિકની પ્રતિક્રિયા : જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 2019માં રૂ. 2,200 કરોડના કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ (HEP) માટે સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સત્યપાલ મલિકે કહ્યું કે હું છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં તાનાશાહ સરકારી એજન્સીઓ દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મારા ડ્રાઈવર અને મારા સહાયક પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેઓને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હું એક ખેડૂતનો પુત્ર છું, હું આ દરોડાથી ડરતો નથી. હું ખેડૂતોની સાથે છું.
ટેન્ડરો આપવામાં કથિત અનિયમિતતા : સત્યપાલ મલિકે 23 ઓગસ્ટ, 2018 અને 30 ઓક્ટોબર, 2019 વચ્ચે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ વર્ષે 29 જાન્યુઆરીના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સિવિલ વર્ક્સ માટે ટેન્ડરો આપવામાં કથિત અનિયમિતતા સંબંધિત કેસની તેની ચાલુ તપાસના ભાગરૂપે દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 8 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીએ જણાવ્યું કે કિરુ જલવિદ્યુત યોજનાને ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
સીબીઆઈ યાદી : તેમાં કહેવામાં આવ્યું છે કે સર્ચમાં ડિજિટલ ઉપકરણો, કમ્પ્યુટર્સ, મિલકતના દસ્તાવેજો અને 'ગુનાહિત' દસ્તાવેજો ઉપરાંત રૂ. 21 લાખ (અંદાજે) કરતાં વધુની રોકડની વસૂલાત કરવામાં આવી હતી. સીબીઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિરુ જલવિદ્યુત યોજના સંબંધિત સિવિલ વર્ક્સની ફાળવણીમાં ઈ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈએ દિલ્હી, નોઈડા, ચંદીગઢ અને શિમલામાં છ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
- Rahul Gandhi Talks To Satyapal Malik: રાહુલ ગાંધી અને સત્યપાલ મલિક વચ્ચે સૂચક મુલાકાત, મહત્વના મુદ્દે થઈ ચર્ચા-વિચારણા
- 'અંબાણી' અને 'RSSના વ્યક્તિ'ની ફાઇલો મંજૂર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર આવી હતી : મલિક