ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેદારનાથમાં પદયાત્રી માર્ગ પર પથ્થરો પડવાથી 3 શ્રદ્ધાળુનાં મોત, 5 ગંભીર, ઈજાગ્રસ્તોમાં 3 ગુજરાતી શ્રદ્ધાળું સામેલ - Kedarnath Route Pilgrims Died - KEDARNATH ROUTE PILGRIMS DIED

ઉત્તરાખંડમાં કેદારનાથ પદયાત્રી માર્ગ પર એક મોટી કરૂણતા સર્જાય છે. જ્યાં પહાડો પરથી પડેલા પથ્થરો અને કાટમાળને કારણે અનેક લોકો દટાયા હતા. જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના મૃત્યું થયા છે. જ્યારે 5 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. Kedarnath Route Pilgrims Died

કેદારનાથમાં પગપાળા માર્ગ પર પથ્થરો પડવાથી 3 શ્રદ્ધાળુનાં મોત
કેદારનાથમાં પગપાળા માર્ગ પર પથ્થરો પડવાથી 3 શ્રદ્ધાળુનાં મોત (MF Rudraprayag)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 11:20 AM IST

Updated : Jul 21, 2024, 11:52 AM IST

રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડો પરથી પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે અન્ય 5 ભાવિકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરાખંડના રહેવાશી છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓમાં 3 ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે. આ દૂર્ઘટના કેદારનાથ પદયાત્રી માર્ગ પર ચિરબાસા ખાતે થયો હતો. આ માહિતી રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે આપી છે.

મૃતકોના નામ

  1. કિશોર અરુણ (31 વર્ષ), રહેવાસી- નાગપુર, મહારાષ્ટ્ર
  2. સુનિલ મહાદેવ (ઉંમર 24 વર્ષ), રહેવાસી- જાલના, મહારાષ્ટ્ર
  3. અનુરાગ બિષ્ટ, રહેવાસી- તિલવારા, રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)

ઈજાગ્રસ્તોના નામ

  1. ચેલાભાઈ ચૌધરી, રહેવાસી- ગુજરાત
  2. જગદીશ પુરોહિત, રહેવાસી- ગુજરાત
  3. હરદાનભાઈ પટેલ, રહેવાસી- ગુજરાત
  4. અભિષેક ચૌહાણ, રહેવાસી- મહારાષ્ટ્ર
  5. ધનેશ્વર દાંડે, રહેવાસી- નાગપુર, મહારાષ્ટ્ર
કેદારનાથમાં પદયાત્રી માર્ગ પર મોટી દુર્ઘટના (DRF Uttarakhand)

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે લગભગ સાડા સાત વાગે માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેદારનાથ યાત્રાના માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતા આ ઘટના બની અને જેના કારણે કેટલાક મુસાફરો કાટમાળ નીચે દટાયા છે. આ માહિતી મળતા જ NDRF, DDRF, YMF અને પ્રશાસનની ટીમો સહિત યાત્રાના રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

કેદારનાથમાં પદયાત્રી માર્ગ પર પથ્થરો પડવાથી 3 શ્રદ્ધાળુનાં મોત (DRF Uttarakhand)

તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 3 મુસાફરોને બહાર કાઢ્યા છે, જેઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે એક ઘાયલ મુસાફરને બચાવી લેવામાં આવ્યો છે. હાલમાં રાહત અને બચાવ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આજે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આવી સ્થિતિમાં પહાડો પર પથ્થરો અને પથ્થરો પડતા નદી-નાળાઓ છલકાઈ જવાનો ખતરો વધી ગયો છે. તેથી, વરસાદની મોસમમાં ખાસ કાળજી લેવાની જરૂર છે.

પહાડો પરથી પથ્થરો અને કાટમાળ ધસી પડ્યો (DRF Uttarakhand)

નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ગૌરીકુંડમાં એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં પહાડીઓનો અમુક ભાગ ધસી પડતા ત્રણ દુકાનો ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગુમ થયા હતા. મંદાકિની નદીમાંથી લગભગ એક ડઝન લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

  1. હરિદ્વારમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, ગૂરૂ પૂર્ણિમાએ કર્યુ ગંગા સ્નાન - GURU PURNIMA celebration
Last Updated : Jul 21, 2024, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details