ગુજરાત

gujarat

ભાજપે કૈસરગંજથી કરણ ભૂષણ સિંહ અને રાય બરેલીથી દિનેશ પ્રતાપસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા - Loksabha Election 2024

ભારતીય જનતા પાર્ટીએ કૈસરગંજથી વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કાપીને તેમના નાના પુત્ર કરણ ભૂષણસિંહને આપી દીધી છે. Loksabha Election 2024 BJP BrijBhushan KaranBhushan Kaiserganj Dinesh Singh candidate Rae Bareli

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 8:18 PM IST

Published : May 2, 2024, 8:18 PM IST

ભાજપે કૈસરગંજથી કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી
ભાજપે કૈસરગંજથી કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી (Etv Bharat Gujarat)

લખનઉ: ભારતીય જનતા પાર્ટીએ આખરે ઉત્તર પ્રદેશમાં મોસ્ટ અવેટેડ 2 બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કુસ્તીબાજો સાથેના વિવાદને કારણે દેશભરમાં ચર્ચામાં રહેલા વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કૈસરગંજથી કાપીને તેમના નાના પુત્ર કરણભૂષણસિંહને આપવામાં આવી છે. ETV ભારતે ભાખ્યું હતું કે આ ટિકિટ પરિવારમાં જ રહેશે અને કરણભૂષણને મળે તેવી શક્યતા છે, આ વાત સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ છે. તેવી જ રીતે ભાજપે રાયબરેલીની બેઠક પણ 2019ના ઉપવિજેતા વર્તમાન મંત્રી દિનેશપ્રતાપસિંહને આપી છે. 2019માં રાયબરેલી બેઠક પર દિનેશ પ્રતાપે સોનિયા ગાંધીને ટક્કર આપી હતી. ETV ભારતે દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલી બેઠક પર ટિકિટ માટે સૌથી પ્રબળ દાવેદાર ગણ્યા હતા.

ભાજપે કૈસરગંજથી કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી (Etv Bharat Gujarat)

ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ કરણભૂષણસિંહ બ્રિજભૂષણ શરણસિંહના નાના પુત્ર છે જેમને ભાજપે ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, સવારે લગભગ સાડા આઠ વાગ્યે પાર્ટી તરફથી બ્રિજભૂષણ શરણસિંહને ફોન કરવામાં આવ્યો હતો. તેમને મોટા પુત્ર પ્રતીકભૂષણને ટિકિટ આપવા અને ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર બ્રિજભૂષણ શરણસિંહે ના પાડી હતી. જે બાદ તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના નાના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપવામાં આવે તો તેમને કોઈ વાંધો છે? બ્રિજભૂષણ આ માટે સંમત થયા. આ પછી પાર્ટીએ કરણની ટિકિટ ફાઈનલ કરી હતી.

કોંગ્રેસે હજુ સુધી રાયબરેલી સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર દિનેશપ્રતાપ સિંહને ટિકિટ આપી છે એટલે કે 2019ના જ ઉમેદવારને રિપીટ કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ તરફથી 5,34,918 વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. સોનિયા ગાંધીની આ સૌથી નજીકની જીત હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર દિનેશ પ્રતાપસિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

  1. આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - Lok Sabha Election 2024
  2. 'પીએમ સાહેબ નહીં પણ નરેન્દ્ર ભાઈ તમને મળવા આવ્યા', ડિસામાં બોલ્યા PM મોદી - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details