છત્તીસગઢના કાંકેર છોટેબિઠિયામાં નક્સલવાદીઓ સાથે મોટી અથડામણ કાંકેરઃલોકસભા ચૂંટણી પહેલા સુરક્ષા દળોએ નક્સલવાદીઓની કમર તોડવા માટે કાંકેરમાં મોટી કાર્યવાહી કરી છે. કાંકેરના છોટાબિઠિયામાં નક્સલ વિરોધી ઓપરેશન પર નીકળેલા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
"કાંકેરના છોટાબિઠિયામાં સર્ચ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે મોટી અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તમામ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન ઘાયલ થયા છે જેઓની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં ડીઆરજી અને બીએસએફની ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે''.- સુંદરરાજ પી, બસ્તર આઈજી
સુરક્ષા દળોને મોટી સફળતા મળી: કાંકેરના એસપી કલ્યાણ અલીસેલાએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે "કાંકેરમાં છોટેબિઠિયામાં નક્સલી એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સર્ચ ઓપરેશન હજી પૂર્ણ થયું નથી. સર્ચ ઓપરેશન પછી નક્સલવાદીઓના મૃત્યુનો આંકડો વધી પણ શકે છે. આ એન્કાઉન્ટરમાં 25 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ટોચનો નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ ઠાર થયો છે. આ ઉપરાંત ઘણા હથિયારો પણ મળી આવ્યા છે.
આપને જણાવી દઈએ કે આ થોડા દિવસોથી રાજ્યમાં સતત નક્સલવાદી ઘટનાઓ બની રહી છે. નક્સલવાદીઓની વધતી ગતિવિધિનું કારણ પણ ચૂંટણી માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે ચૂંટણીને લઈને સૈનિકો પહેલેથી જ એલર્ટ છે. જેના પરિણામે સુરક્ષા દળોએ નક્સલવાદીઓ પર મોટી કાર્યવાહી કરી છે.
- બીજાપુરમાં અજાણ્યા હુમલાખોરોએ લોકો પર કુહાડીથી કર્યો હુમલો, 3નાં મોત, નક્સલી હુમલાની આશંકા - Bloody Incident In Bijapur
- Bijapur Naxalite Encounter: બીજાપુર એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી માર્યા ગયા, મૃતદેહ અને હથિયારો મળી આવ્યા