ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે રાજ્યમાં બીફના વપરાશને મર્યાદિત કરવા માટે રેસ્ટોરન્ટ્સ, હોટલ અને જાહેર સ્થળો પર બીફ પરનો પ્રતિબંધ લંબાવ્યો હતો. રાજ્ય કેબિનેટની બેઠકમાં બીફ વપરાશ અંગેના વર્તમાન કાયદામાં સુધારો કરવા અને નવી જોગવાઈઓ સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, "અમે નિર્ણય કર્યો છે કે આસામમાં કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં બીફ પીરસવામાં આવશે નહીં અને તે કોઈપણ જાહેર સમારંભ કે જાહેર સ્થળે પીરસવામાં આવશે નહીં. તેથી અમે આજથી નિર્ણય લીધો છે કે આસામમાં બીફ પીરસવામાં આવશે નહીં. હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ બીફનું સેવન સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
હોટલ કે રેસ્ટોરન્ટમાં પણ બીફ ખાઈ શકતા નથી
તેમણે વધુમાં કહ્યું કે પહેલા અમારો નિર્ણય મંદિરો પાસે બીફ ખાવા પર પ્રતિબંધ મૂકવાનો હતો, પરંતુ હવે અમે તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરી દીધો છે કે તમે તેને કોઈ પણ સામુદાયિક સ્થળ, હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાઈ શકશો નહીં.
જણાવી દઈએ કે, હાલમાં, આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ 2021 હેઠળ, એવા વિસ્તારોમાં ગૌમાંસ અને ગૌમાંસ ઉત્પાદનોના વેચાણ અથવા ખરીદી પર પ્રતિબંધ છે જ્યાં મુખ્યત્વે હિન્દુ, જૈન, શીખ અને અન્ય બિન-બીફ ખાનારા સમુદાયો અથવા અન્ય લોકો વસે છે. મંદિરો અથવા અન્ય ધાર્મિક સંસ્થાઓની 5 કિલોમીટરની ત્રિજ્યામાં પણ છે.
- ગેંગરેપના મુખ્ય આરોપીએ ગૌચર જમીન પર ફાર્મ હાઉસ બનાવ્યું, જામનગર પોલીસે બુલડોઝર ફેરવ્યું
- અબૂઝમાડના જંગલોમાં ફરી નક્સલી સાથે સુરક્ષા જવાનોની અથડામણ, સામસામે ભયાનક ગોળીબાર