લખનઉ :JPNIC માં લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિની ઉજવણીને લઈને સપા અને યુપી સરકાર સામસામે આવી ગઈ છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને JPNIC પહોંચી શકે નહીં તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન અને LDA દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. JPNIC ગેટને મોટા મોટા ટીન મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અખિલેશ યાદવના ઘરની બહાર બેરિકેડિંગ કરીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુરુવાર રાતથી હંગામો શરૂ : જેપીની જન્મજયંતિની ઉજવણીને લઈને સપાના અડગ વલણને કારણે ગુરુવારે રાતથી જ હંગામો શરૂ થયો હતો. સૈફઈમાં પિતા મુલાયમ સિંહ યાદવની પુણ્યતિથિ મનાવીને અખિલેશ યાદવ રાત્રે સીધા JPNIC ગયા હતા. ત્યાં ટીન શેડ લગાવીને ગેટ બંધ કરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં સપાના કાર્યકરોએ ટીન શેડ લગાવીને ગેટ બંધ કરવા અંગે હોબાળો મચાવ્યો હતો.
અખિલેશ યાદવે રોડ વચ્ચે કર્યું માલ્યાર્પણ :અખિલેશ યાદવે તેમના નિવાસસ્થાનની બહાર કારમાં જયપ્રકાશ નારાયણની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. તેમની સાથે વિપક્ષના નેતા માતા પ્રસાદ પાંડે, રાજેન્દ્ર ચૌધરી સહિત સપાના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
અખિલેશ યાદવે કહ્યું કે, અમે દર વર્ષે જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ ઉજવીએ છીએ, પરંતુ મને ખબર નથી કે સરકાર અમને કેમ રોકી રહી છે. અમને તેમની પ્રતિમાને હાર પહેરાવવાની મંજૂરી આપવામાં આવી નથી. રોકવાનું આ કામ નવું નથી. ભારતીય જનતા પાર્ટી દરેક સારા કામનો વિરોધ કરે છે. આજે આપણે રસ્તા પર ઉભા રહીને જનનાયક જયપ્રકાશને પણ યાદ કરીએ છીએ. આ સરકાર તેમને રોકવા માંગે છે પરંતુ અમે તેમને રસ્તા પર જ હાર પહેરાવીને યાદ કર્યા છે.
યોગી સરકાર પર અખિલેશનો આક્ષેપ :અહીં અખિલેશ યાદવે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમને પ્રવેશતા અટકાવી રહી છે કારણ કે તે તેને વેચવા માંગે છે. બાંધકામની બાબત માત્ર બહાનું છે. અખિલેશે એમ પણ કહ્યું હતું કે, અમે પણ ઇચ્છીએ છીએ કે સરકાર તેને બંધ રાખવા કરતાં વેચે તો સારું રહેશે, કમસે કમ અહીંના લોકો જયપ્રકાશ નારાયણ વિશે જાણી શકશે.
LDA એ આપી સફાઈ :બીજી તરફ લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીના (LDA) સચિવે અખિલેશ યાદવના જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ નિમિત્તે JPNIC જવાના કાર્યક્રમ અંગે એક પત્ર જારી કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'JPNIC એક બાંધકામ સ્થળ છે, જ્યાં બાંધકામ સામગ્રી ફેલાયેલી છે અને વરસાદને કારણે ત્યાં જીવજંતુઓ થવાની સંભાવના છે. સપાના વડા અખિલેશ યાદવ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા ભોગવે છે, જેના કારણે સુરક્ષાના કારણોસર JPNIC ની મુલાકાત લેવી તેમના માટે સલામત અને યોગ્ય નથી.
ગેટ કૂદીને JPNIC પહોંચ્યા હતા અખિલેશ : તમને જણાવી દઈએ કે આજે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લઈને પ્રતિમાને હાર પહેરવાના છે. પરંતુ આ પહેલા જ જાહેર બાંધકામ વિભાગ દ્વારા JPNIC ગેટ પર ટીન શેડ લગાવવામાં આવ્યો અને તેના પર નિર્માણાધીન લખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ અખિલેશને અહીં જતાં અટકાવવામાં આવતા તેઓએ ગેટ કૂદીને પ્રતિમાને હાર પહેરાવ્યો હતો.
અખિલેશ યાદવના કાર્યક્રમ :જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ સેન્ટરમાં અખિલેશ યાદવના આગમનનો સમય સાડા દસનો છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સપાના વડા અખિલેશ યાદવ સિવાયના કાર્યકર્તાઓ અહીં ન પહોંચી શકે તે માટે આ તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ કરવામાં આવ્યા છે. JPNIC સહિત સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર પણ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો :આજે નવરાત્રીની નવમી હોવાથી અખિલેશ યાદવ ઘરે હવન પૂજા કરી રહ્યા છે. આ પછી નિર્ધારિત સમય મુજબ સમાજવાદી પાર્ટી કાર્યાલયથી જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ સેન્ટર જવા માટે રવાના થશે. જોકે, સપાના વડા પહોંચી શકશે કે નહીં તે જોવું રહ્યું. હાલમાં સપા કાર્યાલય અને જેપીએનઆઈસીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કારણે અખિલેશ માટે અહીં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
- શું AAP અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડ્યા હોત તો હરિયાણાના પરિણામ અલગ હોત ?
- 98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સીટ પર ભાજપ આટલા જ મતથી હાર્યું, ચોંકી જશો