ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ આપવામાં આવે છે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat26 JUNE RASHIFAL
Etv Bharat26 JUNE RASHIFAL (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 5:00 AM IST

અમદાવાદ :આજે 26 જૂન, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. મિત્રો તરફથી ફાયદો થાય. તેમના તરફથી ભેટસોગાદો મળે અને આપ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. સુંદર પ્રાકૃતિક સ્‍થળની મુલાકાતના સંજોગો ઉભા થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્‍વજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃષભ:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને પદોન્‍નતિથી લાભ થાય. તેમજ ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના ઉપર રહે. સરકારી લાભ મળે. દાંપત્‍યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉપહાર અને માન- સન્‍માનથી મનમાં આનંદ વ્‍યાપી રહે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.

મિથુન: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે કોઇપણ નવા કાર્યોના શુભારંભ માટે દિવસ અનુકૂળ જણાતો નથી. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે માટે નિર્ણયો લેવામાં પણ તમે થોડા પાછા પડશો. થોભો અને રાહ જુઓની નીતિ બહેતર રહેશે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્‍સાહ ઘટી શકે છે. ઉદરના રોગથી પીડિત જાતકોએ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખજો. ઉપરી અધિકારીઓની નારાજગીના ભોગ બનો તે માટે કામમાં ચોક્કસાઈ વધરાવી. વધુ પડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. નસીબનો સાથ અપેક્ષા કરતા ઓછો મળે. આજે મહત્ત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.

કર્ક:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના આજના દિવસમાં સાનુકૂળ સંજોગો અગાઉની તુલનાએ ઘટી રહ્યા હોય તેવું લાગશે. આજે કોઇપણ કાર્યનો આરંભ કે માંદગી માટે નવા ઉપચારની શરૂઆત ન કરો તો આપ વધુ ફાયદામાં રહેશો. શક્ય હોય તો ઓપરેશન પણ અન્‍ય દિવસ પર રાખવું. મનમાંથી ક્રોધાવેશની લાગણીને દૂર રાખવાની સલાહ છે. અનૈતિક કામ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો, નહીં તો છેવટે તમને જ નુકસાન થશે. સરકારી કાર્યોમાં ઉકેલ આવવાની શક્યતા ઓછી છે અથવા વિલંબ થાય. ઘરમાં કુટુંબમાં ઝગડો ન થાય તે માટે ખાસ કાળજી લેવી. માનસિક અસ્‍વસ્‍થતા દૂર કરવા માટે પ્રભુસ્‍મરણ કરવું.

સિંહ: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો રહેશે. દાંપત્‍યજીવનમાં પતિ- પત્‍ની વચ્‍ચે ખટરાગ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખવું. ધંધામાં ભાગીદારીના કામકાજમાં સાવચેતી રાખવી. ભાગીદાર સાથે વધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. તંદુરસ્‍તી સારી રહે પરંતુ જીવનસાથીના આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. જાહેરજીવન અને સામાજિક જીવનમાં આપને ધારણ કરતા ઓછી સફળતા મળે. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન-મુલાકાત થાય પરંતુ થોડીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપનું મન પણ પ્રસન્‍ન રહે. સુખ પમાડે તેવા બનાવો બને. આરોગ્‍ય સારું રહે. બીમાર માણસોની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાય. આર્થિક લાભ વધારે રહે. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહે. હરીફો પર વિજય મેળવી શકશો. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળે.

તુલા: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ સુખપૂર્વક પસાર થશે. બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં તેમજ ચર્ચામાં આપનો સમય પસાર થાય. કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ આપ કરી શકશો. સંતાનો તરફથી આપને શુભ સમાચાર મળે તેમજ તેમની પ્રગતિ થાય. પ્રિયતમા સાથેનું મિલન સુખદ રહે. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. માનસિક અને શારીરિક રીતે આપ તાજગી, સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતાં વિચારો મનને વિચલિત બનાવે.

વૃશ્ચિક:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપને આજનો દિવસ શક્ય હોય એટલો શાંત ચિત્તે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપના મનમાં વૈચારિક ગડમથલ અને બિનજરૂરી ચિંતાઓનું પ્રભૂત્ત્વ વધી શકે છે. આપ્‍તજનો સાથે કોઈપણ વાતચીત અથવા વર્તનમાં સૌમ્ય રહેવાની સલાહ છે. માતાના સ્‍વાસ્‍થ્‍યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. ધન અને કી‍ર્તિને સાચવવા માટે પણ પ્રયાસો વધારવા પડશે. સ્‍ત્રી પાત્રો અથવા પાણીથી સાચવવું. જાહેરમાં અપમાન થાય તેવા કોઈપણ કાર્ય કે વર્તનથી દૂર રહેવાની સલાહ છે. માલ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી.

ધન: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાના રંગે રંગાયેલા હશો. આપને આ અંગેના અભ્‍યાસમાં વધુ રસ પડે. ભાઇબહેનો સાથે સારો સુમેળ રહે. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મિલાપ થાય. આજે આપને કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકો. ટૂંકી મુસાફરીની શક્યતા છે. પ્રિયતમાનો સંગાથ મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. જાહેર માન- સન્‍માન મળે.

મકર:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ શેર- સટ્ટાકીય વ્‍યાપાર અંગે નાણાંનું રોકાણ કરશો. આકસ્મિક ધનલાભ થાય. પરિવારમાં સભ્‍યો સાથે મનદુ:ખ થતાં વાતાવરણ ડહોળાયેલું રહે. ગૃહિણીઓને આજે કોઇક કારણે માનસિક અસંતોષ અનુભવાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડે. શારીરિક આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં પીડા થવાની સંભાવના છે. નકારાત્મક વિચારો પર સ્‍વસ્‍થતાથી કાબૂ મેળવવાની સલાહ આપવામાં આવે છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે.

કુંભ:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નાણાકીય દૃષ્‍ટ‍િએ આપનો દિવસ લાભદાયી નીવડશે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. તેમની સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. આજે આપની ચિંતનશક્તિ અને આધ્‍યાત્‍મશક્તિ સારી રહે. મિત્રો અને સ્‍વજનો તરફથી ઉપહાર મળે. નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્‍ય સુખને સારી રીતે માણી શકશો.

મીન:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહેશે અને માનસિક વ્‍યથા વધારે રહેશે માટે શક્ય હોય એટલા શાંત ચિત્તે કામ લેવાની સલાહ છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. જન સેવાને લગતા ખર્ચનું પ્રમાણ વધારે રહે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતાં ધ્યાન રાખવું. સ્‍વજનોથી દૂર રહેવાનું થાય. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા વર્તન સૌમ્ય રાખવું. ટૂંકાગાળાના લાભ લેવા જતા નુકસાન ન થાય તે જોવું. મહત્ત્વના કાગળો પર સહી-સિક્કા કરતાં પહેલા ધ્યાન રાખવું અને કોર્ટ કચેરીના કામો આજે સંભાળપૂર્વક હાથ ઘરવા. આધ્‍યાત્મિક કાર્યોમાં દિવસ પસાર થાય. જમીન કે પૈસાની લેવડદેવડ ન કરવી.

ABOUT THE AUTHOR

...view details