ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને મગજમાં ગુસ્‍સો કાઢી નાખવાની સલાહ છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

અમદાવાદ :આજે 19 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસની શરૂઆતમાં આપ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્‍નેહીજનોનો મિલાપ થાય. પરંતુ મધ્‍યાહન સાંજ પછી આપના આરોગ્‍યમાં ગરબડ ઉભી થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ ટાળવા. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ પર કાબૂ રાખવા સલાહ આપવામાં આવે છે. ઘર- પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અપનાવવું.

વૃષભ: ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપનું દ્વિધાપૂર્ણ મન કોઇ એક નિર્ણય પર ન આવતાં મનમાં મૂંઝવણ પેદા કરી શકે છે માટે મંથન સાથે વ્યવહારુ અભિગમ પણ રાખવો. શરદી, કફ, તાવના ઉપદ્રવથી બચવાની સલાહ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સ્‍વજનોથી અંતર રહે પરંતુ પરંતુ બપોર પછી થોડી અનુકૂળતા સર્જાશે. કામ કરવામાં થોડો ઉત્‍સાહ વધશે. આર્થિક લાભ થાય. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. શરીર તથા મનની સ્‍વસ્‍થતા જળવાશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મિથુન: ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસમાં આપને મિત્રો થકી લાભ મળશે. નવા મિત્રો થાય જે ભવિષ્‍યમાં તમને લાભદાયી પુરવાર થશે. અણધાર્યો ધનલાભ થાય. પ્રવાસ પર્યટનનું આયોજન થાય. સરકારી કાર્યોમાં ફાયદો થાય. પરંતુ બપોર પછી થોડાક સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ધરમ કરતા ધાડ પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય. આ સમયે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. પરિવાર અને વ્‍યવસાયના ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્‍થળે આપ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશો. કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ બપોર પછી આપની તબિયત સુધરે. મિત્રોના મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.

સિંહ:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્‍વસ્‍થતા અનુભવો પરંતુ જો મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશો તો સ્થિતિ સુધારા તરફી રહે. મગજમાં ગુસ્‍સો કાઢી નાખવાની સલાહ છે. મધ્‍યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્‍યાવસાયિક સ્‍થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થાય. કુટુંબના સભ્‍યો સાથે આપ મહત્‍વની બાબતો વિચારશો.

કન્યા: ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ ઉંડી ચિંતનશક્તિ તેમજ રહસ્‍યમય વિદ્યાઓ તરફ આકર્ષવાનો છે. આજે સમજી વિચારીને બોલવું કે જેથી કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ન થાય. તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની રહેશે. બપોર પછી પ્રવાસનું આયોજન કરી શકો. આજે આપના પ્રયત્‍નો ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં જવાનો પ્રસંગ ઉપસ્થિત થાય.

તુલા:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન સમયમાં આપ સામાજિક અને જાહેર જીવનના ક્ષેત્રે સરાહના મેળવશો. પ્રિયપાત્રના મિલનથી આપનું મન પુલકિત થશે. દાંપત્‍યજીવનમાં સુખ- સંતોષ અનુભવાય પરંતુ મધ્‍યાહન પછી સાંજે આપે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડે. હિતશત્રુઓની ચાલથી સાવધ રહેવું પડશે. બપોર પછી કાર્યની શરૂઆત કરવી યોગ્‍ય નથી. શક્ય હોય તો પ્રવાસ નિવારવો. આધ્યાત્મિક સિદ્ધિ મળવાનો યોગ છે.

વૃશ્ચિક:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનો સમગ્ર દિવસ ખૂબ જ પ્રવૃત્તિમય અને ખુશખુશાલ રહેશે. આપ નોકરી- વ્‍યવસાયના કામમાં વ્‍યસ્‍ત રહો અને તેમાં આપને લાભ પણ મળશે. વધારે લોકો સાથે મળીને આપ વિચારોનું આદાનપ્રદાન કરી શકશો. ગૃહસ્‍થ અને દાંપત્‍યજીવનમાં આનંદ છવાયેલો રહેશે. જાહેરક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ થાય. વાહનસુખ મળે.

ધન:ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે સવારના ભાગમાં આપ તન અને મનથી થોડો થાક મહેસૂસ કરો માટે પૌષ્ટિક આહાર. કામની વધુ પડતી ભાગદોડ રહે, તથા પરિશ્રમના પ્રમાણમાં ઓછી સફળતા મળે, પરંતુ બપોર પછી આપ શરીર અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. આપના હાથે કોઇ ધાર્મિક કે પુણ્‍યનું કામ થાય. આર્થિક લાભ થવાના સંજોગો છે. નાણાકીય આયોજનો હાથ ધરી શકો.

મકર: ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને વધુ પડતા લાગણીશીલ અને સંવેદનશીલ ન બનવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. જમીન જાયદાદના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં રુચિ લઈ શકો છો. તબિયત સંભાળવી. જિદ્દી વલણ ટાળવું. સંતાનો અંગેની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. આજે મુસાફરી ટાળવી.

કુંભ:ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપને આજે નવું કામ કરવાની પ્રેરણા મળશે, પરંતુ વિચારોમાં ઝડપી ફેરફાર આવવાને કારણે મહત્વના કાર્યોમાં કોઇ અંતિમ નિર્ણય લઇ શકો. લેખન કાર્ય માટે સારો દિવસ છે. પરંતુ બપોર પછી સંજોગોમાં પલટો આવશે. આપનું મન અજંપો અને બેચેની અનુભવશે. કોઇના વાણી વર્તનથી આપને ઠેસ પહોંચશે. મકાન જમીન વગેરેના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક વ્‍યગ્રતા દૂર કરવા આધ્યાત્મિકતા યોગનો સહારો લેવો.

મીન: ચંદ્ર આજે મેષ રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન દિવસે આપને સ્‍વાર્થી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘર, કુટુંબ કે નોકરી-વ્‍યવસાયમાં સમાધાનકારી વલણ અપનાવવાથી બાજી નહીં બગડે. વાણી પરનો સંયમ જ વિવાદ તેમજ મનદુ:ખ ટાળી શકાશે. થોડો સુધારો જણાશે. આપ નવું કામ કરવા પ્રેરાશો અને તેની શરૂઆત પણ કરી શકો પરંતુ દ્વિધાયુક્ત પરિસ્થિતિ વચ્‍ચે મહત્‍વના નિર્ણય લેવાનું ટાળવું. અંગત કારણસર નાનકડી મુસાફરીનો યોગ છે.

ABOUT THE AUTHOR

...view details