અમદાવાદ : રાજધાની દિલ્હીમાં તીન મૂર્તિ સંકુલમાં સ્થિત નહેરુ મ્યુઝીયમ મેમોરિયલ અને લાઇબ્રેરી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. તેની જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત 51 દસ્તાવેજો : પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત 51 દસ્તાવેજો પરત કરવાની વિનંતી કરી છે. આ દસ્તાવેજોને તેમણે 'ઈતિહાસનું એક મહત્વપૂર્ણ પાસું' ગણાવ્યા, જેને કથિત રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી તેને પરત લેવામાં આવ્યા હતા.
#WATCH | Ahmedabad, Gujarat: Rizwan Kadri, historian & author and one of the members of the Prime Ministers’ Museum and Library Society (formerly Nehru Memorial Museum and Library) says, " in september 2024, i wrote to sonia gandhi requesting that the 51 boxes that were withdrawn… pic.twitter.com/gLl4VM93lB
— ANI (@ANI) December 16, 2024
સોનિયા ગાંધીને પત્ર લખીને દસ્તાવેજ પરત માંગ્યા : રિઝવાન કાદરીએ જણાવ્યું કે, અગાઉ સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર લખીને દસ્તાવેજો સંસ્થાને પરત કરવા વિનંતી કરી હતી. પત્રમાં વિનંતી કરી હતી કે લગભગ આઠ અલગ-અલગ ગ્રંથોમાંથી 51 બોક્સ, જે વડાપ્રધાનના મ્યુઝિયમ (અગાઉ નહેરુ મેમોરિયલ)માં નહેરુ સંગ્રહનો ભાગ હતા, તેમને સંસ્થામાં પરત કરવામાં આવે. અથવા અમારા દ્વારા સ્કેન કરવાની મંજૂરી આપવામાં આવે અથવા તેમની સ્કેન કરેલી નકલ પ્રદાન કરવામાં આવે. આનાથી તેનો અભ્યાસ કરવામાં અને વિવિધ વિદ્વાનો દ્વારા સંશોધન કરવામાં મદદ મળશે.
પંડિત નહેરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો પત્રવ્યવહાર : રિઝવાન કાદરીએ વધુમાં જણાવ્યું કે, આમાં પંડિત જવાહરલાલ નહેરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો મહત્વપૂર્ણ પત્રવ્યવહાર તેમજ પંડિત ગોવિંદ વલ્લભ પંત, જયપ્રકાશ નારાયણ અને અન્ય લોકો સાથેના પત્રની આપ-લેનો સમાવેશ થાય છે. આ પત્રો ભારતીય ઈતિહાસનો મહત્વનો હિસ્સો છે. રેકોર્ડ દ્વારા સાબિત થયું છે કે સોનિયા ગાંધીના નિર્દેશ પર 2008માં તેને મ્યુઝિયમમાંથી પરત લેવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી તરફથી કોઈ જવાબ ન મળતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ સંબંધમાં બીજો પત્ર લખ્યો છે.
દસ્તાવેજોને દેશની ધરોહરનો ભાગ ગણાવ્યા : રિઝવાન કાદરીએ કહ્યું કે, તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી મેં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને આ સામગ્રી પરત લાવવામાં મદદ કરવા વિનંતી કરી છે. મેં તેમને એ પણ ધ્યાનમાં લેવા વિનંતી કરી છે કે આ દસ્તાવેજો દેશની ધરોહરનો ભાગ છે અને તેના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પાસું છે. જ્યાં સુધી અમે આ સામગ્રી જોઈ ન લઈએ, ત્યાં સુધી અમે તેને પરત લેવા માટેના કારણો નક્કી કરી શકતા નથી.
This is intriguing!
— Sambit Patra (@sambitswaraj) December 16, 2024
From What’s today the Prime Minister’s Museum and Library & formerly Nehru Museum and Library, the then UPA Chairperson Sonia Gandhi took away 51 cartoons of letters written by Nehru to various personalities including “EDWINA MOUNTBATTEN”!
In the recently… pic.twitter.com/2TVwjPUSi3
સાંસદ સંબિત પાત્રાએ કરી રમૂજ :
આ વાતને 'રસપ્રદ' ગણાવતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંબિત પાત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ, આજનું પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય અને અગાઉ નહેરુ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે ઓળખાતા આ સંગ્રહાલયમાંથી તત્કાલીન UPA અધ્યક્ષ સોનિયા ગાંધી 'એડવિના માઉન્ટબેટન' સહિત વિવિધ હસ્તીઓને નહેરુ દ્વારા લખેલા પત્રના 51 કાર્ટૂન સાથે લઈ ગયા !
PMMLની તાજેતરમાં પૂર્ણ થયેલી વાર્ષિક સામાન્ય સભા બાદ રિઝવાન કાદરીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની માતા સોનિયા ગાંધી પાસેથી પત્ર પરત લાવવામાં મદદ માંગી છે. સંબિત પાત્રાએ કુતૂહલવશ પૂછ્યું કે, નેહરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેને સેન્સર કરવાની જરૂર છે અને શું વિપક્ષના નેતા રાહુલ નેહરુ અને એડવિના વચ્ચેના પત્ર પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે કે કેમ!'