ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ પર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય - AAJNU RASHIFAL

આજે ચંદ્ર કન્યા રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2025, 1:01 AM IST

અમદાવાદ :આજે 19 જાન્યુઆરી, રવિવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ વધુ લાંબા સમય માટે આર્થિક આયોજન પણ કરી શકશો. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો. મિત્રો અને પરિવારજનો સાથે ખુશીમાં સમય પસાર થશે. લોકો સાથે આપનો સંપર્ક વધશે. વેપારીઓ તેમના વેપારમાં વધારો કરશે અને તે માટેનુ આયોજન કરશે. આપ પરોપકારી પ્રવૃત્તિઓ કરી શકશો.

વૃષભ: ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના વિચારો વધુ વિશાળ બનશે અને વાણીથી આપ લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરી શકશો. આપના સંબંધોમાં સુમેળ વધશે. ચર્ચા કે વિવાદમાં આપ સફળતા મેળવી શકશો. લેખન કાર્ય કે વાંચનમાં પણ આપનો રસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે. આપની મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે છતાં આપ નિષ્ઠાથી આગળ વધી શકશો. પાચન ક્રિયા ખોરવાતા સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે.

મિથુન: ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. દ્વિધામાં અટવાતું આપનું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતાનો અભાવ રહે.

કર્ક:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે. પ્રિયપાત્રના સાનિધ્‍યથી મન રોમાંચિત બને. આર્થિક લાભ તેમજ સમાજમાં આદર સન્‍માન મળે. વિરોધીઓને પરાજિત કરી શકશો. આજે કોઇ સાથે લાગણીના બંધનમાં બંધાશો.

સિંહ:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. દૂર વસતા સ્‍નેહીજનો તેમજ મિત્રો સાથેના સંદેશાવ્‍યવહારથી આપને લાભ થાય. પરિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની વાકપટુતાથી કોઇના મનને જીતી શકો. ધારેલા કામમાં ઓછી સફળતા મળે. ગણતરીપૂર્વકના આયોજનો અને વધુ પડતા વિચારો મનમાં ગુંચવણ પેદા કરશે. સ્‍ત્રી મિત્રો આપને મદદરૂપ બનશે.

કન્યા: ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ એકંદરે સારી રીતે પસાર થશે. તન અને મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીઓ સાથે તાજગીસભર ઉલ્‍લાસપૂર્ણ મિલન થાય. સુંદર ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિથી આપ સંતોષ અનુભવો. આનંદદાયક પ્રવાસની શક્યતા છે.

તુલા:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપના માટે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જરૂરી છે. કુટુંબીજનો કે બહારની વ્યક્તિ સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ચર્ચાઓ અથવા બીજાની પળોજણોમાં પડવાનું ટાળજો. આપ કોઇનું ભલુ કરવા જાવ અને તેનો બદલો આપને સારો ન મળે તેવી શક્યતા છે. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઇએ. ધાર્મિક વાંચન અને ભગવાનનું નામ લેવાથી આપને શાંતિ અનુભવાશે.

વૃશ્ચિક:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિર્મ‍િત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન:ચંદ્ર કન્યા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. નાણાંકીય આયોજનો તેમજ વેપાર ધંધા માટે આજનો દિવસ ઘણો સારો છે. આપનું કામ સરળતાથી પાર પડશે અને આપને સફળતા મળશે. લોકહીતની ભાવનામાં આજે વધારો થશે. આપનો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં આપને પદોન્નતિ અને માનપાન મળશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મકર:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. બૌદ્ધિક કાર્ય કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આપના વ્‍યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યને નવો ઓપ આપશે. વ્‍યવસાય ક્ષેત્રે સ્પર્ધા અને નવા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી. તમારે નવી શૈલી પણ અપનાવવી પડે તેવી સંભાવના છે. કામના ભારણના કારણે શરીરમાં થોડો થાક અનુભવાય. સંતાનોની બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને તેમના માટે ધનખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. નિષેધાત્‍મક કાર્યો તથા નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધુ પડતા વિચારો અને ક્રોધ અપાવી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી ખૂબ વિચાર કરવાના બદલે પૂર્વાયોજન કરીને કામ પર ધ્યાન આપો તેવી ખાસ સલાહ છે. આપની માનસિક સ્‍વસ્‍થતા જાળવી રાખવા માટે કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. પરિવારજનો સાથે સુમેળ રહે તેવા પ્રયાસો વધારવા. ખર્ચનુ પ્રમાણ વધતાં નાણાંભીડ વર્તાય. ઇષ્‍ટદેવની આરાધના કરવાથી આપ હળવાશ અનુભવશો.

મીન:ચંદ્ર રવિવારના દિવસે કન્યા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપ આપની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું પસંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ પર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય. નાટક, સિનેમા વગેરે મનોરંજન સ્‍થળોની મુલાકાત થાય. આજે આપ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાંપત્‍યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્‍ઠા વધશે.

ABOUT THE AUTHOR

...view details