ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 5:00 AM IST

અમદાવાદ :આજે 10 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપને તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે કામના પ્રમાણમાં આરામ અને પૌષ્ટિક ભોજન પર ધ્યાન આપવું. જો સ્વભાવમાં ક્રોધનું પ્રમાણ હોય તો તેના પર અંકુશ રાખવો અને સહકાર તેમજ આદરની ભાવના રાખવી જેથી તમારા કારણે કોઈને મનદુઃખ ના થાય. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો સાથે વધુ પડતા દલીલબાજીમાં પડવાના બદલે તમે મૌન રહેશો તો વધુ ફાયદામાં રહો. કોઇ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્‍થળે જવાનું થાય.

વૃષભ: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. હાથમાં લીધેલું કામ સમયસર પાર પાડવા માટે આજે વધુ પ્રયાસ કરવા પડશે. કાર્ય સફળતામાં વિલંબ થાય તો પણ નિરાશ થવું નહીં. ખાનપાનના ધ્યાન રાખવું જેથી તંદુરસ્‍તી જળવાઈ રહે. નવા કામની શરૂઆત માટે યોગ્‍ય સમય નથી માટે નવી શરૂઆત ટાળવી. મુસાફરીમાં વિધ્‍નની શક્યતા નકારી શકાય નહીં. ઓફિસમાં કે વ્‍યવસાયમાં વધારે પડતા કામના બોજથી થાક વરતાય. યોગ સાધના અને આધ્‍યાત્મિકતા આજે આપને માનસિક શાંતિ આપશે.

મિથુન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આરામદાયક અને પ્રફુલ્લિતતાના કારણે દિવસની શરૂઆત સ્‍ફૂર્તિ સાથે કરશો. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા કપડાં, ઘરેણાં અને વાહનનો ખરીદીના યોગ છે. મનમાં આનંદ વ્‍યાપેલો રહેશે. વિજાતીય પાત્રો તરફ ખેંચાણ અનુભવો. જાહેર જીવનમાં આપને સન્‍માન મળે અને લોકપ્રિય બનો. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. દાંપત્‍યસુખ સારું મળે.

કર્ક: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે. પરિવારના સભ્‍યો માટે વિશેષ સમય ફાળવશો અને તેમની સાથે આનંદથી ઘરમાં સમય પસાર કરશો. કાર્યમાં સફળતા અને યશ મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સાથી કાર્યકરોનો સહયોગ મળશે. આરોગ્‍ય સારું રહેશે. હરીફોની ચાલ નિષ્‍ફળ જશે.

સિંહ:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્‍િમક વલણ વધે.

કન્યા: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજના દિવસે આપ દરેક કાર્યમાં અવરોધો અથવા વિલંબનો અનુભવ કરશો. આરોગ્‍ય પણ નાજૂક રહી શકે છે. મનમાંથી ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવો. પરિવારજનો સાથે અણબનાવ ટાળી સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવો. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જળાશય પાસે જવામાં આંધળુ સાહસ ના કરવું. સ્‍થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા પર સહી સિક્કા કરતા પહેલાં વિચારવાની જરૂર છે.

તુલા:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ધિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્‍ય જગ્‍યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. પરિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્‍મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.

વૃશ્ચિક:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્‍યાન રાખવું. કુટુંબના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને વિલંબ અને એકાગ્રતાના અભાવની સમસ્યા થઈ શકે છે. બિનજરૂરી ધનખર્ચ ન થઇ જાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક તેમજ માનસિક અસ્‍વસ્‍થતા આપને બેચેન બનાવશે.

ધન:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સપરિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઇ જાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.

મકર:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ પરિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઇને મનદુ:ખ થાય તેવી શક્યતા છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો નિરાશ થવાના બદલે પ્રયાસો ચાલુ રાખવા કારણ કે ટૂંક સમયમાં તમને સફળતા મળી શકે છે. આરોગ્‍ય સાચવવું. દાંપત્‍યજીવનમાં આત્મીયતા વધે તેવા પ્રયાસ કરવા.

કુંભ:આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપ નવા કાર્યો કે યોજનાની શરૂઆત કરી શકશો. નોકરી કે વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્‍ત્રી મિત્રો આપની પ્રગતિમાં નિમિત્ત બને. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્‍યાતિ વધશે. સંતાનોની પ્રગતિ થાય. પત્‍ની તેમજ પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. અવિવાહિતો માટે લગ્‍નનો યોગ છે.

મીન: આજે ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. નોકરી કે વ્‍યવસાયમાં સફળતા મળવાથી તેમજ ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહક વલણથી આપ અત્‍યંત પ્રસન્‍નતા અનુભવશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલ વર્ગ તરફથી લાભ મળે. આવકનું પ્રમાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહે. માન સન્‍માન કે ઉચ્‍ચ હોદ્દાની પ્રાપ્તિ થાય.

ABOUT THE AUTHOR

...view details