નવી દિલ્હી: દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર શાંતિપૂર્ણ અને ન્યાયી પેટાચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. અનેક કારણોસર પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઘણા ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમની વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.
દિગ્ગજો જેમના ભાવિનો થશે ફેંસલો: લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત અનેક દિગ્ગજો અને કેટલાક નવા ચહેરાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
11 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન નોધાયું
મધ્યપ્રદેશના અમરવાડામાં સવારે 11 વાગ્યા સુધી 37 ટકા મતદાન નોંધાયું હતું
પંજાબમાં સવારે 11 વાગ્યા સુધી 23.04 ટકા ટકા મતદાન નોંધાયું હતું.
બિહારના રૂપૌલી પેટાચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 18.48 ટકા મતદાન નોંધાયું હતું.
તમિલનાડુની વિક્રવંડી સીટ પર સવારે 11 વાગ્યા સુધી 28.97% મતદાન નોંધાયું હતું.
ઉતરાખંડની 2 સીટો બદ્રીનાથ 21.20% અને મેંગલોરમાં 26.99% સવારે 11 વાગ્યા સુધી મતદાન નોધાયું
હિમાચલ 3 સીટો પર 11 વાગ્યા સુધી મતદાનની બાબતમાં નાલાગઢ ટોચ પર છે. જ્યાં 34.63% મતદાન થયું છે. હમીરપુરમાં 31.81% અને દેહરામાં 31.61% મતદાન થયું હતું.