નવી દિલ્હી : રાજધાની દિલ્હીના શહેરીજનો જાન્યુઆરીના અંતિમ દિવસે પણ કારમી ઠંડીનો ફટકો સહન કરી રહ્યા છે. આજે બુધવારની સવારે વિઝિબિલિટી ઘણી ઓછી રહી હતી. તેની સૌથી વધુ અસર ફ્લાઈટ પર જોવા મળી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે 60 થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક ફ્લાઈટ ચાર કલાક જેટલી મોડી પડી હતી.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બુધવારે દિલ્હીમાં વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થવાની આશંકા છે. હાલમાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જો દિલ્હી એરપોર્ટ પર દિવસ દરમિયાન લાંબા સમય સુધી ધુમ્મસ રહેશે તો મોડી પડનારી ફ્લાઈટોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
અગાઉ મંગળવારે પણ IGI એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે પણ ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ મોડી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે 26 જાન્યુઆરી પછી દિલ્હીનું હવામાન સાફ થવા લાગશે અને લોકોને ઠંડી અને ધુમ્મસથી રાહત મળશે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવી કોઈ શક્યતા નથી.
ફ્લાઈટ મોડી પડી : ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીના હોવાથી ટ્રેનોના સંચાલનને અસર થઈ રહી છે. બુધવારે અલગ-અલગ રાજ્યોમાંથી દિલ્હી આવી રહેલી 23 ટ્રેન કેટલા કલાક મોડી પડી હતી. ઉત્તર રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર પુરી-નવી દિલ્હી એક્સપ્રેસ 6:30 કલાક, કટિહાર-અમૃતસર એક્સપ્રેસ 4 કલાક 10 મિનિટ, સહરસા-નવી દિલ્હી એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ, આઝમગઢ-દિલ્હી એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ, ડો.આંબેડકર નગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ડોઢ કલાક, ચેન્નાઈ-નવી દિલ્હી એક્સપ્રેસ ડોઢ કલાક, હૈદરાબાદ-નવી દિલ્હી એક્સપ્રેસ 6:30 કલાક, જમ્મુ તાવી-અજમેર એક્સપ્રેસ 2:30 કલાક, કામાખ્યા-દિલ્હી જંકશન એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ, માનિકપુર-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ જેટલી મોડી પડી હતી.
ઉપરાંત જબલપુર-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ 5 કલાક 40 મિનિટ, હાવડા-કાલકા એક્સપ્રેસ 6:30 કલાક, રાણી કમલાપતિ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ 2 કલાક 50 મિનિટ, ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 1 કલાક, ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 1 કલાક, રીવા-આણંદ વિહાર ટર્મિનલ 4 કલાક, ભાગલપુર-આનંદવિહાર એક્સપ્રેસ 3 કલાક 50 મિનિટ, બનારસ-નવી દિલ્હી એક્સપ્રેસ 4 કલાક, જમ્મુ તાવી-અજમેર એક્સપ્રેસ 4 કલાક 40 મિનિટ, નવી દિલ્હી રાજેન્દ્ર નગર ટર્મિનલ એક્સપ્રેસ 6:30 કલાક, નવી દિલ્હી મોગા એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ, નવી દિલ્હી મુંબઈ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ 1 કલાક અને હઝરત નિઝામુદ્દીન બેંગ્લુરુ સિટી રાજધાની એક્સપ્રેસ દોઢ કલાક મોડી પડી હતી.
- Railway News: વડોદરામાં સ્ટીલ ટ્રસ બ્રિજ નિર્માણને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
- Security Breach On Airport : એર ઈન્ડિયાના વિમાનના ટેક-ઓફ સમયે રનવે પર વ્યક્તિ આવી ચઢતા પાયલોટને ઈમરજન્સી બ્રેક લગાવવી પડી