શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. વિસ્તૃત વિગતની રાહ જોવાઈ રહી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શનિવારે સવારે આ વિસ્તારમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો સાત મિનિટ પછી આવ્યો. જેના કારણે રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે સવારે સાત મિનિટના અંતરે બે વાર ધરા ધ્રૂજી ઉઠી હતી. આ દરમિયાન લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકોએ તેમના ઘરોની છત પર પંખાને ફરતા જોયા. કેટલાક લોકોના ઘરોમાં રાખેલા પાણીમાં હલચલ જોવા મળી હતી. ઘણા લોકોએ આંચકો અનુભવ્યો. કહેવાય છે કે બીજો આંચકો મોટાભાગના લોકોએ અનુભવ્યો હતો. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
આપને જણાવી દઈએ કે અહીં જુલાઈ મહિનામાં પણ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બારામુલ હતું. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલને નુકસાન થયું નથી.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણામાં એક તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, આ દિવસે મતગણતરી થશે - Assembly Election 2024