જમ્મુઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયા લગભગ 2 મહિના સુધી ચાલવાની છે. દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે અમરનાથ યાત્રાના દિવસો ઓછા કરવામાં આવ્યા છે. આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે. આમ, 2 મહિના સુધી ચાલનારી અમરનાથ યાત્રા આ વખતે માત્ર 45 દિવસ જ ચાલશે.
રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. મુસાફરોને કેવી રીતે અને કેટલા ગ્રુપમાં મોકલવામાં આવશે તેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે.
અધિકારીએ જણાવ્યું કે આ બેઠક 3,880 મીટર ઊંચા અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રાના સંદર્ભમાં યોજાઈ હતી. હેઝલ ફ્રી રજિસ્ટ્રેશન માટે તૈયારીઓ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરની અધિકૃત હોસ્પિટલોમાંથી મુસાફરી માટે મુસાફરોને આરોગ્ય પ્રમાણપત્રો(ફિટનેસ સર્ટિફિકેટ) પણ આપવામાં આવશે.
અમરનાથ યાત્રાનો પરંપરાગત માર્ગ બાલતાલ અને પહેલગામ છે. અહીંથી દરરોજ લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓના સમૂહને રવાના કરવામાં આવશે. અમરનાથ યાત્રીઓ દેશની 500થી વધુ બેન્ક શાખાઓમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે.
ગત વર્ષે, શ્રમ વિભાગ દ્વારા યાત્રા માટે 15,903 ટટ્ટુવાલા, 10,023 પાલકી અને દાંડીવાળા અને 6,893 પીઠ્ઠુવાલા સહિત 32,819 સેવા પૂરી પાડનાર લોકોએ નોંધણી કરાવી હતી.
- Sara Ali Khan Visits Amarnath: સારા અલી ખાને અમરનાથ મંદિરની મુલાકાત લીધી, વીડિયો કર્યો શેર
- Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ, એક યાત્રીનું મોત