નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં બુધવારે મોડી સાંજે ખાબકેલા ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. મુશળધાર વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પણ અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે દિલ્હી સરકારે ગુરુવારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે મોડી રાત્રે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ પણ શેર કરી છે. આતિશીએ લખ્યું- "આજે સાંજે ભારે વરસાદ અને આવતીકાલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓ બંધ રહેશે."
મુશળધાર વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારો અને રસ્તાઓ પર અનેક ફૂટ પાણી જમા થઈ ગયા છે. જેના કારણે ગુરુવારે સવારે લોકોને અવરજવરમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાણી ભરાતા સ્થળોએ પંપ લગાવીને પાણી દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.ૉ
ઘણી સરકારી શાળાઓમાં મેદાન અને મુખ્ય માર્ગ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે. શાળાના માર્ગો પર અનેક ફુટ પાણી જમા થવાને કારણે સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તે જોતા દિલ્હી સરકાર દ્વારા આવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી ભરાવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સરકારે મોડી રાત્રે આવો નિર્ણય લીધો છે.
- "MCDનો કોઈ અધિકારી પકડાયો?", કોચિંગ અકસ્માત મામલે દિલ્હી હાઈકોર્ટે તંત્રને આપ્યો ઠપકો - DELHI HIGHCOURT NOTICE TO MCD