ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mera Bharat Mera Parivar: PM મોદીએ 'મેરા ભારત, મેરા પરિવાર' કેમ્પેઈન શરૂ કર્યું - મેરા ભારત મેરા પરિવાર

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અભિયાનનું થીમ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.

Mera Bharat Mera Parivar
Mera Bharat Mera Parivar

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 1:26 PM IST

નવી દિલ્હીઃચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં તે લોકસભા ચૂંટણી અને 2024માં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેરા ભારત, મેરા પરિવાર' અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અભિયાનનું થીમ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચ આજે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ શેર કરવામાં આવેલા વીડિયોમાં મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજના, હર ઘર નળ યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓ બતાવવામાં આવી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેરા ભારત, મેરા પરિવાર અભિયાનનું થીમ સોંગ શેર કર્યું છે. તેમજ કેન્દ્રીય માહિતી મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ થીમ સોંગને સોશિયલ મીડિયા પર ફરીથી પોસ્ટ કર્યું છે.

લાલુ યાદવે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમનો કોઈ પરિવાર નથી. ત્યારપછી એક રેલીને સંબોધતા પીએમ મોદીએ સમગ્ર દેશને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. જ્યારે વડાપ્રધાને સમગ્ર દેશને એક પરિવાર કહ્યો ત્યારે ભાજપના ઘણા નેતાઓએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મોદી કા પરિવાર' લખવાનું શરૂ કર્યું.

ઉલ્લેખનીય છે કે રાફેલ ડીલને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ' ના નારા લગાવ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નામની આગળ ચોકીદાર લખી દીધું હતું. એ જ રીતે પીએમ મોદીને અનુસરીને બીજેપીના અન્ય નેતાઓએ તેમના નામની આગળ 'મૈં ભી ચોકીદાર' લખવાનું શરૂ કર્યું.

  1. PM Modi Latter: મારા પ્રિય પરિવારજનો... દેશવાસીઓને PM મોદીનો પત્ર, 10 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો
  2. Delhi Excise Policy Case: CM અરવિંદ કેજરીવાલને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા

ABOUT THE AUTHOR

...view details