ચાંદીપુર (ઓડિશા): અગ્નિ-4, મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું શુક્રવારે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ સફળતાપૂર્વક તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને પૂર્ણ કરે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કરવામાં આવ્યું હતું. અગાઉ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 6 જૂન 2022ના રોજ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું હતું.
આ સંબંધમાં સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે કહ્યું છે કે, આ એક રૂટિન ટ્રેનિંગ લોન્ચ હતી. આમાં, તમામ ઓપરેશનલ પરિમાણોને ફરીથી તપાસવામાં આવ્યા છે. અગ્નિ મિસાઈલ શ્રેણીની આ ચોથી ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલ દુનિયાની તેની રેન્જની અન્ય મિસાઈલો કરતાં હળવી છે.