લક્સરઃહરિદ્વાર જિલ્લાના પથરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 6 વર્ષની બાળકી પર દુષ્ક્રમની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કરનાર આરોપી 16 વર્ષનો કિશોર છે, જે બાળકીને લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ કિશોર(આરોપી) ફરાર થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા કેટલાક કલાકો સુધી આરોપીના ઘરમાં પડી રહી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.
આ મામલે બાળકીના પિતાએ 7 સપ્ટેમ્બર એટલે કે આજ રોજ પથરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમની 6 વર્ષની દીકરી ગામમાં જ પાંચ વર્ષના બાળક સાથે રમી રહી હતી. ત્યારપછી પડોશમાં રહેતા 16 વર્ષના કિશોરે તેણીને લાલચ આપીને તેના ઘરે લઈ ગયો હતો.
એવો આરોપ છે કે કિશોર બાળકીને રૂમમાં લઈ ગયો હતો અને તેના હાથ અને મોં કપડાથી બાંધી દીધા હતા. આ પછી આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘણા કલાકો સુધી બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન, બાળકોએ જણાવ્યું કે પડોશમાં રહેતો એક કિશોર તેને પોતાની સાથે લઈ ગયો હતો.
જ્યારે માતા-પિતા આરોપીના ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે બાળકી રૂમમાં પડી હતી અને તેના હાથ અને મોં બાંધેલા હતા. બાળકીને આ હાલતમાં જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તે જ સમયે, પરિવારના સભ્યોએ બાળકીના હાથ અને મોં ખોલ્યા, ત્યારબાદ બાળકીએ તેના પરિવારના સભ્યોને સમગ્ર ઘટના જણાવી.
આ પછી બાળકીના પરિવારજનો સીધા પથરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કિશોર વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પથરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે આરોપી કિશોર આ ઘટના બાદથી ફરાર છે. જેની પોલીસ શોધખોળમાં વ્યસ્ત હતી.
- SSBએ ભારત-નેપાળ બોર્ડર પર 40 જીવતા કારતુસ સાથે બે લોકોની ધરપકડ કરી, તપાસ શરૂ - Champawat Banbasa Chowki