હૈદરાબાદ:રામોજી ફિલ્મ સિટીમાં 15 ઓગસ્ટથી પ્રવાસીઓને 'થ્રિલ-એ-થોન'ના નામે વીકએન્ડ પર રોમાંચક સાહસો માણવાની તક આપવામાં આવી રહી છે. ફિલ્મસિટીમાં એડવેન્ચર લેન્ડ સેશમાં પ્રવાસીઓ સાહસ અને આનંદનો અનુભવ કરી શકે છે. આ ઈવેન્ટમાં એવા લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેઓ સંપૂર્ણપણે નવું સાહસ ઈચ્છે છે.
15મી સપ્ટેમ્બર સુધી થ્રીલ-એ-થોન વીકએન્ડનું આયોજન કરવામાં આવશે. જે લોકો દિનચર્યાથી દૂર આનંદ અને રોમાંચક સાહસ ઇચ્છે છે તેઓ શનિવાર અને રવિવારે તેમાં ભાગ લઈ શકે છે અને રામોજી ફિલ્મ સિટીમાં નવા સાહસો સાથે આખો દિવસ પસાર કરી શકે છે.
જણાવી દઈએ કે, આ એડવેન્ચરમાં હાઈ રોપ કોર્સ અને ઝિપ લાઈનથી લઈને બેઝિક ચેલેન્જ, હેપ્પી હિટ્સ, સુમો સૂટ અને સેન્ડ વોલીબોલ સુધી બધું જ સામેલ છે. પ્રવાસીઓ તેમના સાહસ માટેના જુસ્સાને પૂર્ણ કરવા સપ્તાહના અંતે આ થ્રિલ-એ-થોનમાં ભાગ લઈ શકે છે. પ્રવાસીઓ માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ પેકેજ...
રામોજી ફિલ્મસિટી એવા લોકો માટે ખાસ પેકેજ ઓફર કરી રહી છે જેઓ થ્રિલ-એ-થોનમાં ભાગ લેવા માગે છે. રામોજી ફિલ્મસિટીએ પ્રવાસીઓ માટે એડવેન્ચર પ્લસ અને એડવેન્ચર લાઇટ પેકેજ રજૂ કર્યા છે. તેથી કુટુંબ અને મિત્રો, વ્યક્તિગત સાહસ શોધનારાઓ, શાળાના જૂથો, કોર્પોરેટ સાથે સપ્તાહાંતમાં રજા મેળવવા માટે જોઈતી કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ તરત જ અદ્ભુત સાહસનો આનંદ માણી શકે છે.