ભારત સરકારે દેશના બંધારણને અપનાવ્યાના 75 વર્ષ પૂરા થયાની યાદમાં સમગ્ર વર્ષ સુધી ચાલનારી લાંબી ઐતિહાસિક ઉજવણીની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આપણી લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના કાયમી વારસાને દર્શાવે છે, જે બંધારણ દિવસ, 26 નવેમ્બર, 2024થી શરૂ થશે. આ સમારોહ "આપણું બંધારણ, આપણું સ્વાભિમાન" અભિયાન હેઠળ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય બંધારણમાં સમાવિષ્ટ મુખ્ય મૂલ્યોને પુનરાવર્તિત કરીને બંધારણ ઘડનારાઓના યોગદાનનું સન્માન કરવાનો છે.
આજે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિની આગેવાનીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
26 નવેમ્બર, 1949 ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું. જે 26 જાન્યુઆરી, 1950 થી અમલમાં છે. આ બંધારણે ભારતીય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરી. આ દિવસ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ દિવસે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ અપનાવવામાં આવ્યું હતું, જે ભારતના લોકતાંત્રિક બંધારણનો પાયો છે. તેની શરૂઆતથી, બંધારણે છેલ્લા 75 વર્ષથી રાષ્ટ્રની પ્રગતિને આકાર આપતા માર્ગદર્શક માળખા તરીકે સેવા આપી છે.
રાષ્ટ્રપતિ સંવિધાન દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બંને ગૃહોના સભ્યો સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા અને રાષ્ટ્રગીતની સાથે 'બંધારણ દિવસ' સમારોહની શરુઆત થઇ.
લોકસભા સ્પીકર ઓમ બિરલા સ્વાગત પ્રવચન આપ્યું
બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવા પર સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આજે સંવિધઘાન દિવસ મનાવી રહેલા કરોડો ભારતીયોને શુભકામના પાઠવું છું, 75 વર્ષ પહેલા આ જ દિવસે આપણું સંવિધાન ઘડવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે એક સાથે સંવિધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે. આજે કરોડો દેશવાસીઓ સંવિધાનની પ્રસ્તાવનાનો પાઠ કરીને દેશને આગળ લઇ જવાનો સંકલ્પ કરશે. પીએમ મોદીની પ્રેરણાથી આપણે 2015માં 26 નવેમ્બરે બંધારણ દિવસના રુપે મનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આપણું બંધારણ આપણા લોકોની વર્ષોની તપસ્યા, ત્યાગ, સરળતા, શક્તિ અને ક્ષમતાનું પરિણામ છે. આ સેન્ટ્રલ હોલમાં લગભગ 3 વર્ષની અથાક મહેનત પછી તેમણે દેશની ભૌગોલિક અને સામાજિક વિવિધતાઓને એક સૂત્રમાં બાંધવા માટે સંવિધાન બનાવવામાં આવ્યું.
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સભાને સંબોધિત કરી
સંવિધાનને સ્વીકારવાના 75 વર્ષ પૂર્ણ કરવાના ઉપલક્ષ્યમાં 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ સભાને સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું કે, જો રાજકીય પક્ષો દેશથી ઉપર ધર્મને રાખશે તો આપણી સ્વતંત્રતા જોખમાશે.
રાષ્ટ્રપતિએ ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી
આજના કાર્યક્રમ દરમિયાન ભારતીય બંધારણના ગૌરવ, તેની રચના અને ઐતિહાસિક સફરને સમર્પિત ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ સાથે, ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિએ 'ભારતના બંધારણનું નિર્માણઃ એક ઝલક' અને 'ભારતના બંધારણનું નિર્માણ અને તેની ગૌરવપૂર્ણ યાત્રા' પુસ્તકોનું વિમોચન કર્યું હતું. ભારતીય બંધારણની કળાને સમર્પિત પુસ્તિકાનું વિમોચન. ભારતીય બંધારણ સંસ્કૃતમાં બહાર પાડવામાં આવ્યું હતું. મૈથિલીમાં ભારતીય બંધારણનું વિમોચન થયું. પ્રસ્તાવનાનું ઔપચારિક વાંચન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આપણું બંધારણ પ્રેરણાદાયી છેઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણા પ્રથમ રાષ્ટ્રપતિને વિશ્વાસ હતો કે, આપણો દેશ ક્ષમતાઓ વિકસાવીને આગળ વધશે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે આ લક્ષ્ય હાંસલ કર્યું છે.