અજમેર: સમગ્ર દેશને હચમચાવી મુકનાર વર્ષ 1993ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કેસમાં અજમેરની ટાડા કોર્ટે 23 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે ગુરુવારે કોર્ટે આ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટુંડા મુખ્ય આરોપી હતો. અજમેરની ટાડા કોર્ટે 1993ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટુંડાને નિર્દોષ છોડી મૂકયો અને અન્ય 2 આરોપી ઈરફાન અને હમીદુદ્દીનને સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1993ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કોટા, લખનૌ, હૈદરાબાદ, સુરત, કાનપુર અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ટુંડા આ કેસમાં મુખ્ય આરોપી હતો. સીબીઆઈએ ટુંડાને આ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ પણ ગણાવ્યો હતો અને તેની 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
1993માં શું થયું હતું?: 6 ડિસેમ્બર 1992 બાબરી ધ્વંસને યાદ કરીને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ આ દિવસે મસ્જિદના વિનાશની પ્રથમ વર્ષગાંઠ પર એટલે કે1993માં ભારતના 5 મોટા શહેરો બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયા હતા. આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં થયા હતા. આ કેસની સુનાવણી અજમેરની ટાડા કોર્ટમાં થઈ હતી. આ દરમિયાન કોર્ટમાં 570 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. બંને પક્ષો વચ્ચેની ચર્ચા બાદ હવે ટાડા કોર્ટે ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે.
સીબીઆઈને મોટો ફટકોઃ ટાડા કોર્ટે દેશના 5 મોટા શહેરોમાં વિવિધ ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટના કેસમાં આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ચુકાદાથી સીબીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. ટુંડાને આ કેસમાં માસ્ટર માઈન્ડ માનવામાં આવતો હતો. આ સાથે જ કોર્ટે હમીમુદ્દીન અને ઈરફાનને ટાડા એક્ટ, એક્સક્લુઝિવ એક્ટ અને રેલવે એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે. સીબીઆઈએ અબ્દુલ કરીમ ટુંડા વિરુદ્ધ ટાડા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં સીબીઆઈ ટુંડા સામે કોઈ નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરી શકી ન હતી. જ્યારે આ કેસમાં 80 થી વધુ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ સાક્ષીઓ પણ ટુંડાને ઓળખી શક્યા ન હતા. આવી સ્થિતિમાં અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાના નિર્દોષ છુટવાના કારણે સીબીઆઈની તપાસ અને સંશોધન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અબ્દુલ કરીમ ટુંડાને લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી ગણાવીને 2013માં નેપાળ બોર્ડર પરથી CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
હમીનુદ્દીન અને ઈરફાનને આજીવન કેદઃ ટાડા કોર્ટે હમીનુદ્દીન અને ઈરફાનને ટાડા એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી છે. હમીમુદ્દીન અને ઈરફાને ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
- Hate Speech Case: સુપ્રીમ કોર્ટે નફરતી ભાષણના કેસમાં અન્નામલાઈ સામેની કોર્ટ કાર્યવાહી પર સ્ટે મૂક્યો
- CM Arvind Kejriwal: કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું - વીડિયો રીટ્વીટ કરીને ભૂલ કરી