કોલકાત્તા:પશ્ચિમ બંગાળની તમામ જેલોમાં એમિકસ ક્યૂરીએ કોલકાત્તા હાઈકોર્ટમાં એક ગંભીર અરજી દાખલ કરી છે, આ અરજીમાં તેમણે રાજ્યની સુધાર ગૃહોમાં સજા ભોગવી રહેલી મહિલા કેદીઓની કસ્ટડી દરમિયાન ગર્ભવતી થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ અરજી મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનાનમ અને ન્યાયમૂર્તિ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે કસ્ટડીમાં રહેલી મહિલા કેદીઓ ગર્ભવતી બની રહી છે. હાલમાં વિવિધ જેલોમાં પહેલેથી જ 196 બાળકો ઉછરી રહ્યાં છે. તેથી મારૂં સૂચન છે કે, સુધાર ગૃહમાં મહિલા કેદીઓના વિભાગમાં પુરૂષ કર્મચારીઓના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ."
કસ્ટડીમાં રહેલી મહિલા કેદીઓનું સત્ય: આ અરજીમાં વધુમાં જણાવાયું છે કે, એમિકસ ક્યુરીએ તાજેતરમાં જેલના મહાનિર્દેશક સાથે સુધાર ગૃહની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને એક સગર્ભા સ્ત્રી કેદી અને અન્ય 15 બાળકો તેમની માતા સાથે કસ્ટડીમાં રહેતા જોવા મળ્યા હતા.