મહિલા સળગતી રહી અને લોકો જોતા રહ્યા, ઝારખંડનો દિલ દહેલાવતો વીડિયો - ઝારખંડનો દિલ દેહલાવતો વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 26, 2022, 4:52 PM IST

Updated : Apr 26, 2022, 6:57 PM IST

ઝારખંડ પલામુના મંદિર (Jharkhand Palamu temple incident)માં પૂજા કરતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં એક મહિલા દાઝી (Jharkhand Woman burnt during worship) ગઈ હતી. મંદિરમાં આગ લાગવાની અને મહિલાને સળગવાની સમગ્ર ઘટના સીસીટીવી (Jharkhand Woman burnt CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, એક મહિલા ડિવિઝનલ હેડક્વાર્ટર મેદિનીનગરના કુંડ મોહલ્લામાં સ્થિત શિવ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. દીવો પ્રગટાવતી વખતે મહિલાના કપડામાં આગ લાગી હતી. મહિલા પોતાને બચાવીને મંદિરની બહાર આવી પણ મહીલા સળગતી રહી અને લોકો જાતા રહ્યા. પાછી મહીલા મંદિરની અંદર દોડી ગઈ. બાદમાં સ્થળ પર હાજર લોકોએ કોઈક રીતે આગ પર કાબુ તો મેળવ્યો, પણ મહિલાને બચાવી ના શક્યા. આગમાં દાઝી ગયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. મહિલાની ઓળખ કનીરામ ચોક વિસ્તારની રહેવાસી તરીકે થઈ છે.
Last Updated : Apr 26, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.