મહેસાણા: રાજ્યના મીની ઓટો વર્લ્ડ વિસનગરમાં ટ્રુવેલ્યુ કારના વ્યવસાયમાં મંદીનો માહોલ - true value car business in Visnagar
🎬 Watch Now: Feature Video
મહેસાણા : જિલ્લામાં આવેલા મિની ઓટો વર્લ્ડ વિસનગરમાં સામાન્ય દિવસોમાં કાપડ બજાર, વાસણ બજાર, માટી કામ, કલા કારીગરી કામ સહિતના વ્યવસાય ધસમસતા હોય છે, ત્યારે કોરોના મહામારી સમયે આ તમામ વ્યવસાય પર મંદીનો માર જોવા મળી રહ્યો છે. ઓટો વર્લ્ડમાં ટ્રુવેલ્યુ કારના વેચાણ પર કોરોનાની ભારે અસર વર્તાઈ છે. જેને પગલે લાખો કરોડોના વાહનો આજે વેચાણ વગર વિસનગર શહેરમાં મોટી સંખ્યામાં પડ્યા રહ્યા છે. જેને પગલે જૂની ગાડીઓની લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને બ્રોકરો બેકાર બન્યા છે.