એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર - Land mafia Jayesh Patel
🎬 Watch Now: Feature Video
જામનગર : શહેરમાં ત્રણ વર્ષ પહેલાં ટાઉનહોલ પાસે એડવોકેટ કિરીટ જોશીની છરીના 17 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જોકે જામનગર પોલીસે 3 આરોપીઓની કલકત્તાથી ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ 4 દેશ અને 7 રાજ્યમાં નાસતા ફરતા હતા. આખરે 3 વર્ષ બાદ જામનગર પોલીસને કિરીટ જોશી હત્યા કેસના આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જામનગર પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે સ્પેશિયલ કોર્ટના જજે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.