બુલેટ ટ્રેનની કામગીરી મહારાષ્ટ્ર સરકારના કારણે ઠપ્પ થઈ ગઈ: રેલ પ્રધાન પિયુષ ગોયલ - Railways Minister Piyush Goyal
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: સંસદમાં મુંબઈ-નાગપુર વચ્ચે બુલેટ ટ્રેનને લઈને પ્રશ્ન પૂછવામાં આવતાં કેન્દ્રિય રેલવેપ્રધાન પિયુષ ગોયલે મહારાષ્ટ્ર સરકાર પર સીધા પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી વાયુવેગે ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 95 ટકા અને દાદરા નગરહવેલીમાં જમીન સંપાદનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, મહારાષ્ટ્રમાં હજુ સુધી માત્ર 24 ટકા જમીન જ મળી શકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અગાઉની સરકાર વખતે થયેલા જમીન સંપાદન બાદ નવી સરકારે કોઈ કામગીરી જ નથી કરી.