Maharashtra: કારના બોનેટ પર બેસી મંડપમાં પહોંચી દુલ્હન, વીડિયો વાયરલ - Video News
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રા( પુણે): લોકો કંઈક અલગ કરવાના પ્રયત્નમાં આવી ભૂલો કરી બેસે છે કે, તેઓ કાયદા અને નિયમોની પણ પરવા કરતા નથી. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પૂણેથી સામે આવ્યો છે. અહીં લગ્ન સમારંભમાં પહોંચવા માટે એક કન્યાએ અનોખો વિચાર કર્યો અને દુલ્હન કારના બોનેટ પર બેસીને લગ્નના હોલમાં પહોંચી. દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દુલ્હન અને તેની સાથે કેટલાક અન્ય લોકો સામે મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, મહિલા ચાલતા વાહનના બોનેટ પર બેઠી હતી, જ્યારે મોટરસાયકલ પર એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હતો. અમે મોટર વ્હીકલ એક્ટ અને આઈપીસીની જોગવાઈઓ હેઠળ મહિલા, વીડિયોગ્રાફર અને વાહનચાલક સહિતના અન્ય લોકો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, મહારાષ્ટ્ર કોવિડ રેગ્યુલેશન એક્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમાંથી કોઈએ પણ માસ્ક પહેર્યો ન હતા.
Last Updated : Jul 14, 2021, 12:09 PM IST