મહેસાણામાં ખેલમહાકુંભમાં વિજેતા ખેલાડીઓનો સન્માનિત કાર્યક્રમ યોજાયો - મહેસાણા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓ માટે પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રમત-ગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 3080 ખેલાડીઓને રૂપિયા 52.78 લાખના પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જિલ્લામાં ખેલ મહાકુંભમાં હેન્ડલ બોલ, રસ્સા ખેંચ, જુડો, કુસ્તી, યોગાસન, એથ્લેટિક અને ગોળાફેંક જેવી રમતોમાં ભાગ લેનાર ટીમો અને ખેલાડીઓને ઇનામોની સાથે પ્રમાણપત્રો આપી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક સંસદ સભ્ય અને ધારાસભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.