પોરબંદરના બિરલા હોલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી - porbandar news
🎬 Watch Now: Feature Video
પોરબંદર: શિક્ષકદિનની ઉજવણી સંદર્ભે બિરલા હોલ ખાતે જિલ્લાકક્ષાનો શિક્ષકદિન અને શ્રેષ્ઠ શિક્ષક એવાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ અને ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષ મુળુભાઇ બેરાએ આ પ્રસંગે જણાવ્યુ કે, નવા ભારતનાં નિર્માણ માટે સૌથી મહત્વની ભૂમિકા શિક્ષકોની છે. શિક્ષણ વગર સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થતુ નથી. આપણે દરેકે રાષ્ટ્રનાં નિમાર્ણમાં વિશિષ્ટ કામ કઇ રીતે કરી શકાય તે વિચારીને આગળ વઘવુ જોઇએ. વધુમાં પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ કે, શિક્ષણ એક જ એવો વ્યવસાય છે. જેમાં માણસનું ઘડતર થાય છે. શિલ્પી જેમ મૂર્તિનું ઘડતર કરે તેમ શિક્ષક બાળકનું નિર્માણ કરે છે. આ પ્રસંગે તાલુકા અને જિલ્લાકક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક તથા સાલથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.