ગુરુપૂર્ણિમાઃ ગુરુ એટલે! શિષ્યોમાં ગુણોનો વિકાસ કરે, તેનું પોષણ કરે, દુર્ગુણોનો નાશ કરે તે ગુરુ
સેલવાસઃ ગુરુપૂર્ણિમાના પાવન પર્વનો હિન્દૂ ધર્મમાં અનેરો મહિમા ગવાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુપૂર્ણિમાના દિવસનું ખૂબ જ મહત્વ છે. ત્યારે, ગુરુ એટલે શું? અને કેવા ગુરુ પાસેથી શિષ્યને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે અંગે સેલવાસ ખાતે આવેલ BAPSના સ્વામી સાધુ ચિન્મયદાસે ખાસ ETV ભારત સાથે વાત કરી ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું અને ગુરુમંત્ર આપ્યો હતો.