રાજકોટ ભાદર ડેમ-1 છલકાયો, ભયજનક સપાટીની 1 ફૂટ ઉપર - રાજકોટ ભાદર ડેમ - 1
🎬 Watch Now: Feature Video
રાજકોટ: લીલાખા પાસે આવેલ ભાદર ડેમ - 1ની સપાટી 33.50 ફૂટની થવા પામી છે. ઓવરફ્લો થવામાં 0.50 પોઈન્ટ બાકી છે. ભાદર ડેમ - 1 કુલ 34 ફૂટની સપાટી ધરાવે છે વધુમાં ડેમ ઈન્ચાર્જ જયદીપ ભુવા એ જણાવ્યું કે, ભાદર ડેમ હજુ અડધો ફૂટ ઓવરફ્લો થવામાં બાકી છે. પવનની તીવ્રતાના કારણે ડેમ છલકવા લાગ્યો છે. હાલ પાણીની આવક ઓછી થઈ ગઈ છે. જો ઉપરવાસમાં સારો વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની શકયતા રહી શકે છે.