અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીઃ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યુ મતદાન - Pradyuman Singh Jadeja
🎬 Watch Now: Feature Video
કચ્છઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં આજ સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમર્થકો સાથે મતદાન મથક ખાતે પહોંચેલા ભાજપના ઉમેદવારે કોરોના નિયમોનું પાલન કરીને પોતાના મતાધિકારની કાર્યવાહી પૂર્ણ કરી હતી.