Usurers in Gandhinagar : વ્યાજખોરો સામે ગાંધીનગરમાં પોલીસની ઝુંબેશ, એક દિવસમાં 10 અરજી - ગાંધીનગરમાં વ્યાજખોરો સામે ફરિયાદ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : કલોલ શહેર અને તાલુકામાં આજે ગાંધીનગર SP દ્વારા વ્યાજખોર (Usurers in Gandhinagar) વિરુદ્ધ તબાહી શરૂ કરી છે. જેમાં અનેક લોકોએ વ્યાજ ખોર વિરુદ્ધ લેખિત તો મૌખિક ફરિયાદ કરી છે. ગાંધીનગર SP તરૂણ દુંગ્ગલે જણાવ્યું કે, આજે વ્યાજખોરો વિરુદ્ધ 10 જેટલી અરજીઓ (Complaint Against Usurers in Gandhinagar) આવી છે. જેને લઈને પોલીસે અરજી કરનારની વિગતો સાંભળીને તાત્કાલિક 2 વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ (Proceedings Against Usurers in Gandhinagar) ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આવનારા દિવસોમાં 8 અરજીનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં અગાઉ પણ આવું અભિયાન છેડવામાં આવ્યું હતું. પરંતુ હવે જે રીતના વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને આવનાર દિવસોમાં સમગ્ર ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરો આતંક વિરુદ્ધ અભિયાન યથાવત રાખવામાં આવશે તેવું નિવેદન પોલીસ અધિક્ષક તરૂણ દુંગ્ગલે આપ્યું છે.