રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઝલક જોવા કચ્છની જનતા આતુર - undefined
🎬 Watch Now: Feature Video
કચ્છ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે છે અને આજે ટૂંક જ સમયમાં ભુજના એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટર નું આયોજન કરવામાં આવ્યું છે.આ ક્લસ્ટરમાં લોકો કાર્નિવલ જેવી અનુભૂતિ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ જુદા જુદા પરિધાનમાં તૈયાર થઈને આવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને આવકારવા લોકો ઉત્સુક છે.રોડ શો દરમિયાન રોડની ડાબી બાજુએ આમ જનતા રહેશે અને જમણી બાજુએથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પસાર થશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રોડ શો બાદ નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ કચ્છની અને ગુજરાતની જનતાને સંબોધશે.Conclusion: