દિવાળીના તહેવાર પર મોડાસાના એ.ટી.એમ બંધ રહેતા લોકો પરેશાન - Arval News
🎬 Watch Now: Feature Video
અરવલ્લી જિલ્લાના મોડાસામાં અવાર નવાર બેંકોના એટીએમ બંધ થતા ગ્રાહકોએ ધરમના ધક્કા ખવાનો વારો આવ્યો છે. દિવાળીને લઇ બેંકના ખાતેદારોને નાણાની જરૂરીયાત રહેતી હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો .છે ત્યારે બેંકમાં ભારે ભીડ હોવાને કારણે ગ્રાહકો ATM માંથી નાણા ઉપાડવાનું પસંદ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના એ.ટી.એમ ને ગ્રહણ લાગ્યું હોય તેમ મોટા ભાગના એ.ટી.એમ છેલ્લા એક અઠવાડીયાથી બંધ હોવાને કારણે ગ્રાહકો પરેશાન થયા છે. મોટા ભાગના એ.ટી.એમ માં ઓફ લાઇન અને આઉટ ઑફ સર્વિસ નો મેસેજ ફ્લેશ થઇ રહ્યો છે. એ.ટી.એમ માત્ર શોભાના ગાંઠીયા સમાન મુકેલા જોવા મળતા ગ્રાહકો રોષે ભરાયા હતાં.