અહીંના જંગલોમાં 70થી વધુ હાથીઓને કારણે ગામમાં ફેલાયો ગભરાટ
🎬 Watch Now: Feature Video
જમશેદપુરઃ ઝારખંડ (Jharkhand Panic due to elephant) ચકુલિયા બ્લોકના જંગલ વિસ્તારમાં એક જગ્યાએ 70થી વધુ હાથીઓના ટોળાને કારણે ગભરાટ (elephant herd in Chakulia ) ફેલાયો છે. છેલ્લા ચાર દિવસમાં ચોથિયા, સિંદુરગૌરી, દીઘી, અમલાગોડા, નિમડીહા સહિતના અનેક ગામોમાં હાથીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હાથીઓ દ્વારા અત્યાર સુધીમાં 6 ઘરોને નુકસાન (Panic due to elephant herd) કરાયુ છે. ગ્રામજનો કહે છે કે, સાંજ પડતાં જ કેટલાક હાથી ગામમાં આવે છે. હાથીઓને ગામમાંથી ભગાડવા માટે ગ્રામજનોએ આખી રાત ચોકી કરવી પડે છે. ગ્રામજનોએ જણાવ્યું કે, તેમને હાથીઓને ભગાડવા માટે વન વિભાગ તરફથી જરૂરી સહકાર મળી રહ્યો નથી. વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ ફટાકડા પણ આપવામાં આવ્યા નથી. ગ્રામજનો તેમના સ્તરેથી ભંડોળ એકત્ર કરીને હાથીઓને ભગાડવા માટે ફટાકડાનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હાથીઓનું આટલું મોટું ટોળું પહેલીવાર જોવા મળ્યું છે. ચકુલિયાના જંગલ વિસ્તારમાં એકઠા થયેલા હાથીઓના ટોળાની સેલ્ફી લેવાની પણ સ્પર્ધા છે. કેટલાક યુવકો નજીકના ઈલેક્ટ્રીક ટાવર પર ચઢીને હાથીઓના વિઝ્યુઅલ બનાવતા પણ જોવા મળ્યા છે.