પંચમહાલમાં મેઘમહેર થતા જળાશયોમાં આવ્યા નવા નીર - હાલોલ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ વડોદરા બાદ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કાલોલ અને હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના હાલોલમાં 36 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને બન્ને તાલુકાઓમાં આવેલ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે જળાશયોમાં પણ નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. કાલોલ તાલુકામાં આવેલ કરાડ નદી હાલ બે કાંઠે વહી રહી છે તો આજ નદી પર આવેલા કરાડ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે.