માતાજી પણ ત્રિરંગામાં રંગાયા ઉનાઈ મંદિરે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં - Unai Mataji temple Independence Day
🎬 Watch Now: Feature Video
સમગ્ર દેશમાં 76મો સ્વતંત્ર પર્વ (Unai Mataji temple Independence Day) ઉજવાઈ રહ્યો છે, ત્યારે નવસારીના વાંસદા ખાતેના ઉનાઈ મંદિરમાં પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે માતાજીને ત્રિરંગા સાડીમાં સજ્જ કરવામાં આવ્યા. વાસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે આવેલું પ્રાચીન ઉનાઈ માતાજીનો મંદિર જે મંદિરનો ઇતિહાસ રામાયણ કાળથી જોડાયેલો છે અને શ્રીરામ અને સીતા માતા પોતાના વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા. અહીં માતાને સ્નાન કરવાની ઈચ્છા થતાશ્રી રામે જમીનમાં તીર મારતા ગરમ પાણીના ઝરા ફૂટી નીકળ્યા હતા. ત્યારબાદ માતાએ સ્નાન કર્યું અને સ્નાન કર્યા બાદ શ્રીરામએ પૂછ્યું કે, તમે સ્નાન કર્યું ત્યારે માતાએ જણાવ્યું હતું કે, હા હું નાઈ આ શબ્દોનું સમય જતા ઉપભંશ થતાં ઉનાઈ શબ્દ થયું. ઉનાઈ માતાના મંદિર લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને સ્વાતંત્ર દિવસ નિમિત્તે હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે સ્વતંત્રતા દિવસ હોય માતાજીની પાવનમૂર્તિને તિરંગા સાડીમાં સજ્જ કરવામાં આવ્યા હતા. માતાજીના આ નવા રૂપને જોવા માટે સવારથી જ લોકોની ભીડ ઉમટી હતી. હજારો લોકો હાથમાં તિરંગો લઈને માતાજીના મંદિરે દર્શન કરવા આવતા સમગ્ર વાતાવરણ તિરંગા બન્યું હતું.