કળિયુગનો શ્રવણ, માતાને બચાવવા જતા પૂત્રએ પણ ગુમાવ્યો જીવ - electric shock death news
🎬 Watch Now: Feature Video
ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં વિજ શોકના કારણે માતા પૂત્રનું મોત નીપજ્યું હતું. અહીં ઘરના રૂમમાં લગાવેલા પંખાનો વિજ વાયર બ્રેક થતાં વીજ કરંટ સમગ્ર મકાનમાં ફેલાયો હતો. તેના કારણે દાદરામાં બેઠેલાં અમરતબેન કાનાભાઈ પરમારને વીજ શોક લાગ્યો હતો. જોકે, માતાને બચાવવા ગયેલા પૂત્ર પ્રવિણ પરમારને પણ વિજ શોક લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે, બંનેને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. તો ભરતનગર પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. Electric shock, Bharatnagar Bhavnagar, sir t hospital bhavnagar, bharat nagar police station, electric shock death news.