હિમવર્ષાના કારણે આ યાત્રોઓમાં આવ્યું વિધ્ન, જૂઓ કઇ જગ્યાએ નહિ કરી શકો યાત્રા
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા(Snowfall in Hemkund Sahib) થઈ રહી છે. અત્યાર સુધીમાં 2 ફૂટ બરફ પડ્યો છે. આથી પ્રશાસને હેમકુંડ સાહિબ જનારા મુસાફરોને ગોવિંદઘાટ અને ખંગરિયા ખાતે રોકી દીધા(Hemkund Sahib pilgrims were stopped due to snowfall) છે. આ સાથે ઋષિકેશ, શ્રીનગર, નાગરાસુ ગુરુદ્વારામાં રોકાયેલા મુસાફરોને હાલ મુસાફરી ન કરવાની અપીલ કરવામાં આવી છે. હવામાન સાફ થતાં જ યાત્રાળુઓને હેમકુંડ તરફ રવાના કરવામાં આવશે. ભૂતકાળમાં પણ હેમકુંડ સાહિબમાં હિમવર્ષા થઈ હતી. હેમકુંડ પહોંચેલા યાત્રિકોએ હિમવર્ષાનો ઉગ્ર આનંદ માણ્યો હતો. આજે પણ હવામાન ખરાબ છે અને બરફ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.