જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદી-નાળાં છલકાયા - Latest news of Junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લામાં પ્રથમ બે માસ પહેલાં વાવણી લાયક વરસાદ થયો હતો અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેતર કરેલો પાક ફેઇલ થવાની તૈયારીમાં હતો. ત્યાં જ મંગળવારથી વરસાદ શરૂ થતાં બુધવારે પણ અવિરત વરસાદ પડયો હતો અને બાર કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખાસ તો માળીયા હાટીનાના ઇટાળી, વડીયા, કડાયા, ધણેજ સહીતના ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોએ પણ હાલાકીનો સામનો કરવો પડયો હતો. વળી બીજી તરફ માળીયા હાટીનાથી તાલાળા જતો રસ્તો નદિઓમાં પુર આવતાં બંધ થયો હતો તો રાહદારીઓનેપણ થોડી મુશ્કેલીઓ પડી હતી.