ગોધરા ખાતે સાદાઈપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ - હનુમાન જયંતીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : કોરોના મહામારીને લઈને મંદિરો દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમો સાદાઈથી ઉજવી રહ્યા છે, ત્યારે પંચમહાલના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ વાવડી હનુમાનજી મંદિરે પણ આજે મંગળવારે હનુમાન જયંતીની ઉજવણી સાદાઈથી કરવામાં આવી છે. જોકે કોરોના મહામારીને કારણે ભક્તોની ભીડ પણ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. ચૈત્રી પૂનમના દિવસે દર વર્ષે આ મંદિર ખાતે મારુતિ યજ્ઞનું આયોજન ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. તેમજ ભંડારો અને સુંદર કાંડનું આયોજન કરવામાં આવતું હોય છે પણ આ કોરોનાના સંકટમાં સંકટ મોચનના મંદિરે આ તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે.